ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'સફેદ પરિંદે'થી લઇને મંડળી ગરબા સુધી..., જ્યારે અમદાવાદના ગરબામાં ગેરવ્યવસ્થાથી ખેલૈયાઓ થયા હતા પરેશાન
11 ફોટો ગેલેરી
Last Updated: 01:19 PM, 19 October 2026
1/11
અમદાવાદમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, પરંતુ કેટલાક મોટા ગરબા આયોજનોમાં એવી ઘટનાઓ સામે આવી છે કે ખેલૈયાઓની મજા બગડી ગઈ છે. ક્યાંક હજારો રૂપિયા ખર્ચીને પાસ ખરીદ્યા છતાં સુવિધા ન મળી, તો ક્યાંક એટલી ભીડ એકઠી થઈ કે ગરબા રમવા માટે જગ્યા જ ન રહી. છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદના અલગ અલગ ગરબા આયોજનોમાં સામે આવેલી ઘટનાઓએ આયોજકોની વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે.
2/11
ન્યૂ સાયન્સ સિટી રોડ પર યોજાયેલા જીગરદાન ગઢવીના 'સાચી' નવરાત્રિ કાર્યક્રમમાં ખેલૈયાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, એક દિવસ ટેકનિકલ ખામીના કારણે ખેલૈયાઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય કાર્યક્રમમાં ખેલૈયાઓએ મન મૂકીને ગરબા રમ્યા હતા અને જીગરદાન ગઢવીના ગીતો પર ગરબાની મજા માણી હતી.
ADVERTISEMENT
3/11
VIP રોડ પર યોજાયેલા 'રાધે રાસ' ગરબામાં પણ વિવાદ સામે આવ્યો હતો. અહીં ક્ષમતા કરતાં વધારે ભીડ એકઠી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો. આ ઉપરાંત સિક્યોરિટી સ્ટાફ દ્વારા ખેલૈયાઓ સાથે દાદાગીરી કરવામાં આવી હોવાના પણ આક્ષેપ થયા હતા. જેના કારણે ગરબા રમવા આવેલા લોકોમાં નારાજગી જોવા મળી હતી.
4/11
ADVERTISEMENT
5/11
સૌથી ચર્ચામાં રહેલા'સફેદ પરિંદે' કાર્યક્રમમાં મોંઘા VIP પાસ ખરીદનારા લોકો પરેશાન થયા હતા. રૂપિયા 15,000નો VIP પાસ હોવા છતાં માત્ર બે કલાકમાં જ ભોજન અને પાણી ખૂટી ગયાં હોવાની ફરિયાદ સામે આવી હતી. એટલું જ નહીં, કેટરિંગ સ્ટાફ પણ ગાયબ થઈ ગયો હોવાના આક્ષેપ થતાં ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો.
6/11
'પરંપરા નવરાત્રિ' કાર્યક્રમમાં પણ ભારે ભીડને કારણે ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કાર્યક્રમમાં ક્ષમતા કરતાં વધારે લોકો એકઠા થઈ ગયા હોવાની ફરિયાદ ઊઠી હતી. ગરબા રમવા માટે આવેલા લોકોને પૂરતી જગ્યા ન મળતાં તેઓ મન મૂકીને ગરબા રમી શક્યા નહોતા. જેના કારણે ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી.
ADVERTISEMENT
7/11
8/11
ADVERTISEMENT
9/11
10/11
'રાતલડી' ગરબામાં ડિસ્ટ્રિક્ટ એપના QR કોડને લઈને સમસ્યા સર્જાઈ હતી. ખેલૈયાઓના QR કોડ સ્કેન ન થતાં પ્રવેશ દરમિયાન મુશ્કેલી ઊભી થઈ હતી. પાસ હોવા છતાં ટેકનિકલ સમસ્યાને કારણે ખેલૈયાઓ પરેશાન થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જેના કારણે કાર્યક્રમની વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા હતા.
ADVERTISEMENT
11/11
'સ્વર્ણિમ નગરી ગરબા' કાર્યક્રમમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. ફૂડ સ્ટોલથી લઈને ગરબા ગ્રાઉન્ડ અને બહાર નીકળવાના રસ્તા સુધી લોકોની ભીડ એકઠી થઈ હતી. જેના કારણે ખેલૈયાઓને અવરજવર કરવામાં અને ગરબા રમવામાં મુશ્કેલી પડી હતી. આમ, નવરાત્રિના ઉત્સાહ વચ્ચે અનેક આયોજનોમાં ભીડ અને ગેરવ્યવસ્થાની ફરિયાદોએ ખેલૈયાઓની મજા બગાડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ