ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનાર બે કથિત શૂટર્સ CCTVમાં કેદ, જુઓ PHOTO

Tiger Shroff Firing / ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનાર બે કથિત શૂટર્સ CCTVમાં કેદ, જુઓ PHOTO

Published By: Nidhi Panchal

Last Updated: 09:41 AM, 19 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં પોલીસ તપાસ તેજ બની છે. હુમલામાં વપરાયેલી પલ્સર બાઇક અંધેરી રેલવે સ્ટેશનની બહારથી મળી આવી છે, જ્યારે CCTVમાં બે શૂટર્સની તસવીરો પણ સામે આવી છે.

ADVERTISEMENT

મુંબઈમાં બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ગોળીબાર પાછળ કોણ છે અને હુમલાખોરો ક્યાં ગાયબ થઈ ગયા, તે અંગે પોલીસ તપાસ તેજ બની છે. રવિવારે જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કાર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હવે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી પલ્સર બાઇકને આરોપીઓ અંધેરી રેલવે સ્ટેશનની બહાર છોડીને ભાગી ગયા હતા. પોલીસે સ્ટેશનની બહારથી આ બાઇક જપ્ત કરી છે. બીજી તરફ, CCTV ફૂટેજમાં ગોળીબાર કરનારા બે શૂટર્સની તસવીરો પણ સામે આવી છે. બંને શૂટર્સ સફેદ શર્ટ પહેરેલા જોવા મળે છે. હવે પોલીસ બાઇકના રેકોર્ડ અને CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

Tiger-cctv

અંધેરી રેલવે સ્ટેશનની બહારથી બાઇક મળી

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલી પલ્સર બાઇક મુંબઈમાં જ રજિસ્ટર થયેલી હતી. ગોળીબાર કર્યા બાદ ત્રણેય આરોપીઓ આ બાઇક અંધેરી રેલવે સ્ટેશનની બહાર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બાઇક કબજે કરીને તેની તપાસ શરૂ કરી છે.

એન્જિન નંબરના આધારે વાહનના રેકોર્ડની તપાસ

હવે બાઇકની નંબર પ્લેટ, ચેસીસ નંબર અને એન્જિન નંબરના આધારે વાહનના રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. આ વિગતોના આધારે બાઇક કોના નામે નોંધાયેલી છે અને તેનો ઉપયોગ કોણ કરી રહ્યું હતું તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાથે જ આરોપીઓની ઓળખ કરવા અને ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ ક્યાં ગયા હતા તેની માહિતી મેળવવા માટે CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

CCTVમાં સફેદ શર્ટ પહેરેલા બે શૂટર્સની તસવીરો

ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કરનારા બે શૂટર્સની તસવીરો પણ સામે આવી છે. CCTV કેમેરામાં બંને શંકાસ્પદો કેદ થયા છે. બંનેએ સફેદ શર્ટ પહેર્યા હોવાનું જોવા મળે છે. પોલીસ આ તસવીરોના આધારે તેમની ઓળખ કરવા માટે તપાસ કરી રહી છે. રવિવારે ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેની કાર પર હુમલાખોરોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ટાઇગર શ્રોફનો બચાવ થયો હતો, પરંતુ તેનો ડ્રાઇવર ઘાયલ થયો હતો. ગોળીબાર બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

આ મામલે મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે IPCની કલમ 109(1), 3(5) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હુમલામાં વપરાયેલી બાઇક જપ્ત કર્યા બાદ પોલીસ હવે વાહનના રેકોર્ડ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી રહી છે. આ કેસમાં પૂછપરછ માટે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ટાઇગરનો ડ્રાઇવર અને ઓટો ડ્રાઇવર ઘાયલ

ગોળીબારની ઘટનામાં ટાઇગર શ્રોફનો ડ્રાઇવર ફિરદોસ અને એક ઓટો ડ્રાઇવર ઘાયલ થયા હતા. ઘટના બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટાઇગર શ્રોફની મુલાકાત લીધી હતી અને તેની તબિયત અંગે પૂછપરછ કરી હતી. શિંદેએ જણાવ્યું હતું કે ટાઇગરના જમણા હાથ પર ગનપાઉડરને કારણે દાઝવાના નિશાન છે, પરંતુ તેને ગોળી વાગી નથી. તેમણે કહ્યું કે આ ઘટના બાદ અભિનેતા અને તેનો પરિવાર ખૂબ જ દુઃખી છે. પરિવારજનોએ તેમને જણાવ્યું હતું કે તેમની કોઈની સાથે દુશ્મની કે વિવાદ નથી.

આ પણ વાંચો : કારમાં નીચે સૂઈને અભિનેતાએ બચાવ્યો જીવ! પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કેવી રીતે હુમલાખોરોએ ચલાવી ગોળીઓ

એકનાથ શિંદેએ આપી કડક કાર્યવાહીની ખાતરી

ટાઇગર શ્રોફ સાથે મુલાકાત કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર અભિનેતા તથા તેના પરિવારની સાથે છે. આ કેસને પ્રાથમિકતાના ધોરણે લેવામાં આવશે અને ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શિંદેએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે મુંબઈમાં કોઈને પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવા દેવામાં આવશે નહીં. તેમણે ટાઇગર શ્રોફ અને તેના પરિવારને સુરક્ષાની ખાતરી આપી હતી. હાલમાં પોલીસ માટે સૌથી મહત્ત્વના મુદ્દા હુમલાખોરોની ઓળખ, ગોળીબાર પાછળનું કારણ અને ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ક્યાં ગયા તે જાણવાના છે. અંધેરી સ્ટેશનની બહારથી મળી આવેલી બાઇક અને CCTVમાં કેદ થયેલી તસવીરો તપાસમાં મહત્ત્વની કડી બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tiger Shroff Firing Mumbai Juhu Shooting Andheri Railway Station

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ