ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / ટાઈગર શ્રોફ પર હુમલો, 2 વર્ષ પહેલાં બાબા સિદ્દિકીની આવી રીતે જ હત્યા થઈ હતી, બંનેનું સલમાન ખાન સાથે કનેક્શન
Last Updated: 09:53 PM, 18 October 2026
ADVERTISEMENT
બોલિવૂડમાં એક્ટરોની સુરક્ષાને લઈને ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનામાં ટાઇગર સુરક્ષિત રહ્યા જ્યારે તેમના ડ્રાઇવરને ઇજા પહોંચી હોવાનું પોલીસના હવાલે અહેવાલમાં જણાવાયું છે.
ADVERTISEMENT
આ ઘટનાની ચર્ચા ત્યારે વધુ વેગ પકડી રહી છે જ્યારે કથિત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા એક શખ્સે ઓડિયો સંદેશ દ્વારા હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો છે. આ મેસેજમાં સલમાન ખાન સાથે કામ કરનારા લોકોનો ઉલ્લેખ કરીને ધમકી આપવામાં આવી હોવાનો દાવો છે. જોકે આ દાવાઓની સત્તાવાર તપાસ અને પુષ્ટિ મહત્ત્વપૂર્ણ છે.
ટાઇગર શ્રોફ પર હુમલો, ડ્રાઇવરને ઇજા
ADVERTISEMENT
રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેતાને કોઈ ઇજા થઈ નહોતી પરંતુ તેમના ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ એક ઓડિયો ક્લિપ સામે આવી હતી. તેમાં અનિલ પંડિત નામનો શખ્સ પોતાને બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો ગણાવતો હોવાનું કહેવાય છે. તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાન સાથે કામ કરનારા લોકો સામે ધમકીભર્યો સંદેશ આપ્યો હોવાનો અહેવાલ છે.
આ મેસેજમાં હરમન સંધુ નામના શખ્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે નામ સામે આવેલા અમુક લોકો અમેરિકામાં હોવાની માહિતી છે. જોકે આ અંગેની તપાસમાં મળતી ઓફીશીયલ વિગતો જ નિર્ણાયક રહેશે.
ADVERTISEMENT
બે વર્ષ પહેલાં બાબા સિદ્દીકીની હત્યા
આ ઘટનાની સરખામણી ઓક્ટોબર 2024માં થયેલી બાબા સિદ્દીકીની હત્યા સાથે કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર 2024ના રોજ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. બાબા સિદ્દીકીના સલમાન ખાન સાથેના સંબંધોને કારણે આ કેસમાં પણ એક્ટરોનું નામ ચર્ચામાં આવ્યું હતું. તે સમયે બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા શખ્સે સોશિયલ મીડિયા પર હત્યાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો. આ દાવામાં સલમાન ખાન સાથેની નજીકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સલમાન ખાનના ઘર પર ફાયરિંગથી શરૂ થયેલી ધમકીઓનો સિલસિલો
સલમાન ખાનને અગાઉ પણ અનેક વખત ધમકીઓ મળી ચૂકી છે. 14 એપ્રિલ 2024ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં પણ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકોના નામ સામે આવ્યા હતા. સલમાન ખાને ચાર્જશીટમાં આપેલા નિવેદનમાં પોતાના પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સિવાય 2022માં મળેલો ધમકીભર્યો લેટર, 2023માં આવેલો ઇમેઇલ અને 2024માં પનવેલના ફાર્મહાઉસમાં ઘૂસવાનો પ્રયાસ પણ અગાઉના બનાવોમાં સામેલ છે. જેમાં પોલીસે સલમાન ખાનના ફાર્મહાઉસ અને તેમની અવરજવરનાં સ્થળોની કથિત રેકી કરવાના આરોપમાં અમુક લોકોની ધરપકડ પણ કરી હતી.
ADVERTISEMENT
કપિલ શર્મા બની ચૂક્યા છે નિશાન
સલમાન ખાન સાથે જોડાયેલા લોકો કે તેમના સંપર્કમાં રહેલા કલાકારોને લઈને અગાઉ પણ ધમકી અને ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. જેમાં કપિલ શર્માને કેનેડાના સરે શહેરમાં આવેલા તેમના કૅફે પર જુલાઈ 2025થી ત્રણ વખત ફાયરિંગ થયાનું અહેવાલમાં જણાવાયું છે. આ હુમલાઓ પાછળ સલમાન ખાનને તેમના નેટફ્લિક્સ શોમાં આમંત્રિત કરવાનું કારણ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આખરે સલમાન ખાન સાથેના સંબંધને જ કેમ બનાવવામાં આવે છે મુદ્દો?
બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકો અગાઉ પણ સલમાન ખાનને લઈને ધમકીઓ આપતા હોવાનો આરોપ લાગ્યો છે. આ પાછળ કાળિયારના શિકારના જૂના કેસ અને બિશ્નોઈ સમાજની ધાર્મિક માન્યતાઓનો ઉલ્લેખ કરવામાં આવતો રહ્યો છે. જોકે કોઈ વ્યક્તિ કે એક્ટરો સાથે સંબંધ હોવો એ તેના પર હુમલાનું કારણ હોવાનું ઓટોમેટીક સાબિત કરતું નથી. ટાઇગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં પણ તપાસ એ નક્કી કરવામાં મહત્ત્વનો રહેશે કે હુમલા પાછળ કોણ હતું, તેનો હેતુ શું હતો અને સામે આવેલા દાવાઓ કેટલા વિશ્વસનીય છે.
સંકળાયેલા મુદ્દાઓ