ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરના યુવાને કોંકણકડા પર્વત પરથી 1700 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવ્યું, આત્મહત્યા પૂર્વે વીડિયો બનાવ્યો

દુખદ / ભાવનગરના યુવાને કોંકણકડા પર્વત પરથી 1700 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવ્યું, આત્મહત્યા પૂર્વે વીડિયો બનાવ્યો

Published By: Hiralal Parmar
Reported By: Hiren Chauhan

Last Updated: 10:14 AM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના યુવાને મહારાષ્ટ્રમાં કોંકણકડા પર્વત પરથી 1700 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.

ADVERTISEMENT

ભાવનગરના યુવાને મહારાષ્ટ્રમાં આપઘાત કર્યો છે. કોંકણકડા પર્વત પરથી 1700 ફૂટ ઊંડી ખીણમાં પડતું મૂકી આપઘાત કર્યો છે. ટીંબા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા વિશ્વરાજસિંહ ગોહિલે આપઘાત કર્યો હતો. લગ્નજીવનના વિવાદ વચ્ચે યુવાને અંતિમ પગલું ભર્યું હોવાની વિગતો સામે આવી છે.

મોત પહેલા 13 મીનિટનો વીડિયો બનાવી વાયરલ કર્યો

વિશ્વરાજસિંહ ગોહિલે આપઘાત કરતાં પહેલા 13 મિનિટનો વીડિયો બનાવ્યો હતો જે વાયરલ થયો હતો. વીડિયોમાં લગ્નજીવનના વિવાદો અને કાયદાકીય કાર્યવાહી અંગે વ્યથા વ્યક્ત કરી. પત્ની અને સાસરી પક્ષ સામેના આક્ષેપો અંગે વીડિયોમાં રજૂઆત કરી હતી. 12 સપ્ટેમ્બરે ઘરેલુ હિંસા અંગે પોલીસમાં અરજી થઈ હતી. કાળિયાબીડ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

સ્થાનિક પોલીસે તપાસ શરુ કરી

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાકેનવાડા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો : પોલીસ ક્વાર્ટરમાં યુવતીનું અપહરણ કરનાર રાધનપુરના PSI સસ્પેન્ડ, યુવતી સાથે દુષ્કર્મ પણ કર્યું હતું

વીડિયોમાં વિશ્વરાજસિંહે શું કહ્યું?

વિશ્વરાજસિંહે વીડિયોમાં જણાવ્યું હતું કે, તેમની પત્નીને તેના માતા-પિતા સાસરીમાંથી લઈ ગયા બાદ બંને પક્ષ વચ્ચે ઘરેણાં પરત આપવા સહિતની બાબતોને લઈને વિવાદ થયો હતો. સમાધાન માટેની પ્રક્રિયા દરમિયાન પણ પોતાની રજૂઆતને યોગ્ય ન્યાય મળતો ન હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે તેઓ માનસિક, આર્થિક અને સામાજિક રીતે દબાણ અનુભવતા હતા. જોકે, આ તમામ બાબતો અંગે વીડિયોમાં તેમણે કરેલા આક્ષેપો જ રજૂ થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ