ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ગામલોકોએ કહ્યું- મેડમ દારૂ બંધ કરાવો, લેડી PSI બોલ્યાં-ક્યારેય બંધ ન થાય, બોટાદનો વીડિયો વાયરલ
Last Updated: 08:26 AM, 18 October 2026
ADVERTISEMENT
ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર હોય તેના અનેક પુરાવા મળી ચૂક્યાં છે અને હવે ખુદ પોલીસે તેના લીરા ઉડાવ્યાં છે. બોટાદના ઢસા પોલીસ સ્ટેશનના PSI જી.ડી.આહીરનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ એવું કહી રહ્યાં છે કે કોઈપણ સરકાર આવે પણ દારૂ ક્યારેય બંધ ન થાય કંટ્રોલ થાય.
ADVERTISEMENT
ગામ લોકોએ કહ્યું, ''દારૂ બંધ કરાવો'', તો મહિલા PSI જી.ડી. આહીરે કહ્યું ''કોઈ પણ સરકાર આવે...'' #GDAhir #GujaratPolice #LiquorProhibition #PoliceStatement #VTVDigital https://t.co/on9z1PR9Nm
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 18, 2026
ગામલોકોએ દારુ બંધ કરવાનું કહ્યું હતું
ADVERTISEMENT
જલાલપુર ગામે પ્રાથમિક શાળામાં સાઈબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો તેમાં પીએસઆઈએ આવું વિવાદીત નિવેદન કર્યુ હતું. કાર્યક્રમમાં ગામના લોકોએ દારૂ બંધ કરાવવા માટે PSIને રજુઆત કરી હતી.
ADVERTISEMENT
રાજ્યની દારૂબંધીની નીતિ સામે સવાલો
ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં સરકારી ફરજ પર તૈનાત પોલીસ અધિકારી દ્વારા ખુલ્લેઆમ આવી ટિપ્પણી કરવામાં આવતા રાજ્યની દારૂબંધીની નીતિ સામે સવાલો ઉભા થયા છે.વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને સામાન્ય જનતા સહિત રાજકીય વર્તુળોમાં પણ તેના પર તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ પ્રકારની ગેરશિસ્ત અને કાયદાની મર્યાદા બહાર જઈને નિવેદન આપવા બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલાની ગંભીર નોંધ લેવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.