ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસ ક્વાર્ટરમાં યુવતીનું અપહરણ કરનાર રાધનપુરના PSI સસ્પેન્ડ, યુવતી સાથે દુષ્કર્મ પણ કર્યું હતું
Last Updated: 08:37 AM, 18 October 2026
ADVERTISEMENT
રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પ્રવીણ મોરી સામે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રવિણ મોરીએ પાલનપુરમાં ગઢ પોલીસ ક્વાર્ટરમાં યુવતીનું બંદૂકની અણીએ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જે પછી હવે તેમને બરખાસ્ત કરી દેવાયો છે.
ADVERTISEMENT
શું હતો બનાવ?
ગઢ પોલીસ લાઇનમાં એક ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે. ગઢ પોલીસ લાઇન સરકારી વસાહત વિસ્તારમાં રાધનપુરના PSIએ પિસ્તોલની અણીએ યુવતીના અપરણનો કર્યો હતો. યુવતીના પરિવારજનો નવરાત્રીમાં ગરબે રમવા ગયા હતા અને આરોપી પીએસઆઈએ આ તક ઝડપી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવી PSIને પોલીસ સ્ટેશનને લઈ ગયા હતો જોકે વોશરૂમ જવાના બહાને PSI પ્રવીણ મોરી ફરાર થઈ ગયો હતો. ગઢ પોલીસે 3 ટિમો બનાવી PSI પ્રવીણ મો ને પકડવા તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
યુવતી સાથે દુષ્કર્મ
ADVERTISEMENT
આરોપી પીએસઆઈ પર અગાઉ પણ યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે. આ ઘટનાને પગલે સ્થાનિક ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક હરકતમાં આવી છે અને ગુના સંદર્ભે કાયદેસરની તપાસ તથા નાસી છૂટેલા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.