ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / શું ટીમ ઈન્ડિયામાં હવે નહીં થાય રવિન્દ્ર જાડેજાની રિ-એન્ટ્રી? વર્લ્ડ કપ પ્લાન પર મોટો ખુલાસો
Last Updated: 06:06 PM, 17 October 2026
ADVERTISEMENT
ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમમાં સ્પિન-ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને નમન ધીરનો સમાવેશ થાય છે. અગાઉની વનડે સીરીજમાં રમી ચૂકેલા જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
ન્યુઝીલેન્ડમાં વનડે અને ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી વધુ કેટલાક ખાસ ખેલાડીઓને લઇને ચર્ચા થઇ રહી છે. તેમને કેમ પસંદ કરવામાં આવ્યા અથવા બીજાઓની અવગણના કેમ કરવામાં આવી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલની સૌથી વધુ ચર્ચા છે. જોકે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લઇને પણ લેવામાં આવ્યો છે. જેમને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આનાથી ભારતીય ટીમમાં તેમનો સમય પૂરો થયો છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થાય છે.
બીસીસીઆઇની પસંદગી સમિતિએ શુક્રવાર, 16 ઓક્ટોબરે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. આ પ્રવાસ પર વનડે અને ટેસ્ટ શ્રેણી વચ્ચે ખૂબ જ ટૂંકું અંતર છે. આ જ કારણ છે કે વનડે શ્રેણી માટે બે ટીમો પસંદ કરવામાં આવી છે. પ્રથમ ટીમમાં કેપ્ટન શુભમન ગિલ સહિત તમામ મુખ્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે, જ્યારે બીજી ટીમમાં ગિલ સહિત એ ખેલાડીઓ બહાર છે, જે ટેસ્ટ શ્રેણીમાં પણ રમશે. જોકે જાડેજાને આ બંને ટીમમાંથી એક પણમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
એ વાત સાચી છે કે જાડેજા ટેસ્ટ શ્રેણીમાં પણ રમશે, અને પરિણામે, છેલ્લી બે વનડે માટે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. જોકે તેને પહેલી ત્રણ મેચ માટે પણ યોગ્ય માનવામાં આવ્યો નથી. તેના સ્થાને અક્ષર પટેલ અને નમન ધીર જેવા સ્પિન-ઓલરાઉન્ડર ટીમમાં છે. પસંદગી સમિતિએ આ માટે કોઈ કારણ આપ્યું નથી, કારણ કે ટીમની જાહેરાત BCCI વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી.
જોકે એક અહેવાલ મુજબ પસંદગી સમિતિનો નિર્ણય જાડેજાના ભવિષ્ય પર આધારિત છે. ન્યૂઝના અહેવાલમાં એક સૂત્રને ટાંકીને દાવો કર્યો હતો કે જાડેજા 2027 વર્લ્ડ કપ માટે પસંદગીકારોની યોજનાઓનો ભાગ નથી. આવી સ્થિતિમાં, તેને ટુર્નામેન્ટના એક વર્ષ પહેલા બાકી રહેલી વનડે મેચો માટે પસંદ કરવામાં આવી રહ્યો નથી જેથી અન્ય ખેલાડીઓને તકો મળી શકે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા જાહેર: ગિલ અને અય્યરને સોંપાઈ કમાન, શમી ફરી બહાર
ADVERTISEMENT
આ ફોર્મેટમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન સારું રહ્યું નથી. તે ખાસ કરીને બોલીગમાં કોઇ મોટુ યોગદાન આપી શક્યો નથી. 2025 થી જાડેજાએ અત્યાર સુધી 15 વનડે મેચમાં ફક્ત 149 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ફક્ત 14 વિકેટ લીધી છે. તેની બોલિંગની સ્થિતિ એવી છે કે માર્ચ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પછી તેણે 8 મેચમાં ફક્ત 3 વિકેટ લીધી છે. વધુમાં વર્ષ 2026 માં સતત ચાર મેચમાં ખાલી હાથે રહ્યા બાદ તેણે પાંચમી મેચમાં બે વિકેટ મેળવી છે.
સંકળાયેલા મુદ્દાઓ