ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / રશિયામાં નોકરી કરવા જઈ શકશે 70 હજાર ભરતીયો, આ સેક્ટરમાં મળી રહી છે જોબ

NRI / રશિયામાં નોકરી કરવા જઈ શકશે 70 હજાર ભરતીયો, આ સેક્ટરમાં મળી રહી છે જોબ

Published By: Bijal Vyas

Last Updated: 04:43 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jobs in Russia:હજારો ભારતીયો રશિયામાં કામ કરી રહ્યા છે અને ત્યાંની સરકાર પણ ભારતીયોને રોજગારી પૂરી પાડવા પર ધ્યાન આપી રહી છે. જોકે હાલમાં રશિયામાં રોજગારીની તકો ઉપલબ્ધ છે, તેમ છતાં નોકરીની ઓફર સ્વીકારતા પહેલા તેની વેરિફાઇ કરવુ જરુરી છે.

ADVERTISEMENT

શું તમે રશિયામાં કામ કરવા માંગો છો? જો તમારો જવાબ 'હા' હોય, તો તમારા માટે સારા સમાચાર છે. રશિયામાં એવા ઘણા સેક્ટર્સ છે જ્યાં કર્મચારીઓની માંગ છે અને ભારતીય વર્કર્સ ત્યાં રોજગારી મેળવી શકે છે. સૌથી સારી વાત એ છે કે રશિયા પોતે જ ઈચ્છે છે કે ભારતીય કામદારો ત્યાં આવીને કામ કરે. રશિયા ફોક્સ સ્કિલ વર્કર્સને આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેઓ તેની ઇકોનોમીમાં યોગદાન આપી શકે.

આ સંદર્ભમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયા સાથેના ભારતના બહુઆયામી સંબંધો અંગે સંસદીય સલાહકાર સમિતિને માહિતી આપી હતી. બેઠક સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રીએ સમિતિને જાણ કરી હતી કે, રશિયા આ વર્ષે ખાસ કરીને બાંધકામ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં અંદાજે 70,000 કુશળ ભારતીય કામદારોની ભરતી કરવા માટે સંમત થયું છે. આનો અર્થ એ છે કે જો તમે આ ક્ષેત્રોમાં રોજગાર શોધી રહ્યા હોવ, તો ઉત્તમ તકો ઉપલબ્ધ છે.

રશિયામાં નોકરી કરવા પર સાવધાની પણ રાખો

જો કે, જો તમે રશિયામાં કામ કરવાનું પણ વિચારી રહ્યા હોય, તો તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ. રશિયામાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકોને રોજગારના બહાને રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા અને ત્યારબાદ મોરચા પર લડવા માટે મોકલી દેવામાં આવ્યા. ઘણા યુવાન ભારતીયોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે એક એડવાઈઝરી બહાર પાડી હતી.

  • વિદેશ મંત્રાલયે તેની એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, રોજગાર માટે રશિયા જતી વ્યક્તિઓએ રશિયન સેનામાં ભરતી થવાનું ટાળવું જોઈએ, કારણ કે આમ કરવાથી તેમના જીવને જોખમ ઊભું થાય છે.
  • મંત્રાલયે નોંધ્યું છે કે કેટલાક લોકોએ પૈસા કમાવવાની અને ત્યારબાદ ભારત સરકારની મદદથી પરત ફરવાની આશામાં રશિયન સેનામાં જોડાવાની ઓફર સ્વીકારી છે.
  • છેલ્લા બે વર્ષોમાં, સરકારે રશિયામાં રોજગારી મેળવવા સાથે સંકળાયેલા જોખમો વિશે ભારતીયોને વારંવાર ચેતવણી આપી છે અને તેમને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
  • સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જે વ્યક્તિઓ દ્વારા રોજગારીની ચકાસણી ન થઈ હોય તેવી નોકરીની ઓફર સ્વીકારવી જોઈએ નહીં.

આ પણ વાંચોઃ ''જે એક્સાઈટમેન્ટ સાથે હું અમેરિકા આવી...'', એક ભારતીય મહિલાને કેમ USનો મોહ ઓછો થઇ ગયો?

રશિયા સેનાથી છોડાયા ભારતીય

જયશંકરે સમિતિના સભ્યોને રશિયન સેનામાં સેવા આપી રહેલા ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવા તમામ વ્યક્તિઓની શક્ય તેટલી વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા માટે સરકારે રશિયન સત્તાવાળાઓ સાથે ઉચ્ચતમ સ્તરે પણ વાતચીત કરી છે. તેમણે સભ્યોને જાણ કરી હતી કે અત્યાર સુધીમાં લગભગ 140 ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે, અને રશિયન સેનામાં કામ કરતા હોવાનું જણાવાયેલ અન્ય 55 ભારતીય નાગરિકોને શોધી કાઢવા માટે ભારત રશિયન સત્તાવાળાઓના સંપર્કમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sjaishankar 70000 indian skilled workers jobs in russia

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ