ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદ પ્રવાસના બીજા દિવસે CM ભૂપેન્દ્ર પટેલ અચાનક આદિવાસી ખેડૂતના ઘરે પહોંચ્યા, પરિવાર સાથે આત્મીય સંવાદ કર્યો!

ગુજરાત / દાહોદ પ્રવાસના બીજા દિવસે CM ભૂપેન્દ્ર પટેલ અચાનક આદિવાસી ખેડૂતના ઘરે પહોંચ્યા, પરિવાર સાથે આત્મીય સંવાદ કર્યો!

Published By: Nidhi Panchal

Last Updated: 01:50 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદ જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજા દિવસે રતનમહાલની મુલાકાત લઈને ચાર ગામના લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન ગરબાડા જતાં રસ્તામાં એક ગામમાં અચાનક રોકાઈ આદિવાસી ખેડૂતના ઘરે પહોંચતાં સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.

ADVERTISEMENT

મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય અને ગામના લોકો તેમને માત્ર દૂરથી જ નિહાળે, સામાન્ય રીતે આવું દૃશ્ય જોવા મળતું હોય છે. પરંતુ દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કંઈક અલગ જ કર્યું. કોઈ પૂર્વ આયોજન વિના તેઓ અચાનક એક આદિવાસી ખેડૂતના ઘરે પહોંચી ગયા હતા અને પરિવાર સાથે જમીન પરની ખેતીથી લઈને બાળકોના અભ્યાસ સુધીની વાતો કરી હતી. મુખ્યમંત્રીના આ સાદગીભર્યા અંદાજથી ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં દાહોદ જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેમણે રતનમહાલની મુલાકાત લીધી હતી. અહીં તેમણે રતનમહાલ વિસ્તારમાં રહેતા ચાર ગામના લોકો સાથે બેઠક કરીને તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સ્થાનિક લોકોની સમસ્યાઓ અને જરૂરી સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને ગામડાઓમાં રસ્તા સહિતની પાયાની સુવિધાઓને લગતી સમસ્યાઓ અંગે લોકોએ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ લોકોની વાતો સાંભળી તેમની મુશ્કેલીઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ પ્રવાસ માત્ર સરકારી કાર્યક્રમો પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. રતનમહાલથી ગરબાડા તરફ જતા સમયે પીપર ગોટા ગામ પાસે મુખ્યમંત્રીએ અચાનક પોતાનો કાફલો રોકાવ્યો હતો. ત્યારબાદ તેઓ સીધા આદિજાતિ ખેડૂત બકુલ વાખળાના ઘરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીને અચાનક પોતાના ઘરે આવેલા જોઈ ખેડૂત પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જોકે, મુખ્યમંત્રીએ પરિવારના સભ્યો સાથે ખૂબ જ આત્મીયતાથી વાતચીત શરૂ કરતાં વાતાવરણ હળવું બન્યું હતું.

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂત બકુલ વાખળા અને તેમના પરિવાર સાથે મકાઈની ખેતી અંગે ચર્ચા કરી હતી. મકાઈના પાક દ્વારા પરિવાર કેવી રીતે આજીવિકા ચલાવે છે અને ખેતીમાં તેમને કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે પણ જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ ખેડૂત પરિવારની રોજિંદી જીવનશૈલી અને ખેતી સાથે જોડાયેલી બાબતો જાણવામાં રસ દાખવ્યો હતો.

પરિવારના બાળકો સાથે પણ સમય વિતાવ્યો

આટલું જ નહીં, મુખ્યમંત્રીએ પરિવારના બાળકો સાથે પણ સમય વિતાવ્યો હતો. બાળકો સાથે અભ્યાસ અને તેઓ કઈ શાળામાં ભણે છે તે અંગે વાતચીત કરી હતી. તેમના શિક્ષણ અને શાળાને લગતી બાબતો વિશે પણ પૂછપરછ કરી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે કરેલી આ વાતચીતથી પરિવારના સભ્યોમાં ખુશી જોવા મળી હતી.

આસપાસના આદિવાસી પરિવારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો

મુખ્યમંત્રીના અચાનક આગમનના સમાચાર ગામમાં ફેલાતાં આસપાસના આદિવાસી પરિવારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઈ મોટા પ્રોટોકોલ કે ઔપચારિકતા વિના મુખ્યમંત્રીએ સામાન્ય ખેડૂતના ઘરે જઈને પરિવારની વાતો સાંભળી હતી. તેમના આ પગલાને તેમની સાદગીના વધુ એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં 30 વર્ષ બાદ પાંજરાપોળના પ્લોટનો થશે સામાજિક ઉપયોગ, બગીચો અને પાર્કિંગ બાદ હવે બનશે કમ્યુનિટી હોલ

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો સમજવાનો છે. રતનમહાલમાં ચાર ગામના લોકો સાથેની ચર્ચા અને પીપર ગોટા ગામે ખેડૂત પરિવારની મુલાકાતે મુખ્યમંત્રીના આ પ્રવાસને ખાસ બનાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Dahod News Ratanmahal Visit

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ