ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગ્રામ પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ બાળકોની શરત દૂર કરવાની કોંગ્રેસની માગ, CMને લખ્યો પત્ર

ચૂંટણી / ગ્રામ પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ બાળકોની શરત દૂર કરવાની કોંગ્રેસની માગ, CMને લખ્યો પત્ર

Published By: Hiralal Parmar
Reported By: Alpesh Goswami

Last Updated: 02:37 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં ત્રણ બાળકોના કાયદાને રદ કરવાની કોંગ્રેસની માંગ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ બાળકોની શરત દૂર કરવા કોંગ્રેસ માંગ ઉઠાવી છે.

ADVERTISEMENT

આગામી ચૂંટણી પહેલા ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં છે ત્યારે કોંગ્રેસે એક મોટી માંગ ઉઠાવી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ગ્રામ પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નિયમ રદ કરવાની માંગ છે. ત્રણ કે તેથી વધુ બાળકો ધરાવતા સક્ષમ ઉમેદવારોને ચૂંટણી લડવાની તક મળે તેવી રજૂઆત છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં આવો નિયમ નથી પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવો નિયમ છે. કાયદાના કારણે યોગ્ય ઉમેદવારો ચૂંટણી લડવાથી વંચિત રહેતા હોવાનો દાવો છે.

કોંગ્રેસની શું દલીલ?

કોંગ્રેસ દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ લડવા માટે સંતાનોની સંખ્યા અંગે કોઈ નિયમ નથી. આથી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ત્રણ કે તેથી વધુ બાળકો ધરાવતા સક્ષમ ઉમેદવારોને ચૂંટણી લડવાની તક મળવી જોઈએ.

આ પણ વાંચો : દિવાળીમાં ગુજરાતની વીજમાગમાં 2,949 મેગાવોટનો ઘટાડો, વીજવપરાશમાં પણ મોટો ઘટાડો

શું હતો કાયદો?

ગુજરાતમાં 4 ઑગસ્ટ 2005થી સ્થાનિક સત્તામંડળોના કાયદાઓમાં સુધારો કરીને 'બે બાળકોનો નિયમ' લાગુ કરવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ-૩૦ મુજબ, નિર્ધારિત તારીખ પછી બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. નવેમ્બર 2026માં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ પંચાયત ચૂંટણીમાં 'બે સંતાન'ના નિયમની બંધારણીય યોગ્યતા અને બદલાતા પ્રજનન દરને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૦૩ના જૂના ચુકાદાની પુનઃસમીક્ષા માટે આ મામલો મોટી બેન્ચને મોકલવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ