ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં 30 વર્ષ બાદ પાંજરાપોળના પ્લોટનો થશે સામાજિક ઉપયોગ, બગીચો અને પાર્કિંગ બાદ હવે બનશે કમ્યુનિટી હોલ
Last Updated: 01:39 PM, 19 November 2026
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના પાંજરાપોળ પ્લોટનો ઉપયોગ સામાજિક હેતુ માટે કરવાની યોજના આખરે ૩૦ વર્ષ બાદ સાકાર થવા જઈ રહી છે. ટાઉન પ્લાનિંગ સ્કીમમાં જાહેર હેતુ માટે અનામત રાખવામાં આવેલા આ પ્લોટ પર હવે કમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે. જોકે, આ પ્લોટ પર મૂળ શાળા અને રમતનું મેદાન બનાવવાનું આયોજન હતું, પરંતુ સમય જતાં ત્યાં બગીચો બનાવાયો અને ત્યાર બાદ પાર્કિંગની જગ્યા તરીકે તેનો ઉપયોગ થવા લાગ્યો હતો.
ADVERTISEMENT

પાંજરાપોળના પ્લોટમાં ગુલબાઈ ટેકરા ટીપી સ્કીમ આવેલી છે. મૂળ આ પ્લોટ શાળા અને રમતનાં મેદાન માટે અનામત રાખવામાં આવ્યો હતો. જોકે, ત્રણ દાયકા પહેલાં અહીં બગીચો બનાવવામાં આવ્યો હતો અને પાંચ વર્ષ પહેલાં આ જગ્યાને પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાતી જગ્યા તરીકે વિકસાવવામાં આવી હતી. હવે આ પાર્કિંગની જગ્યાના એક ભાગમાં કમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન છે. ટીપી સ્કીમમાં સામાજિક માળખાકીય સુવિધાઓ (સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર) માટે અનામત રાખવામાં આવેલી જમીનોનો વિકાસ લાંબા સમયથી અટવાયેલો રહ્યો છે અને શાળા તથા રમતના મેદાનનું આયોજન પણ પડતું મૂકવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પાંજરાપોળ પ્લોટ પર રફીયુદ્દીન શેખ વનીકરણ ઉદ્યાન નામનો બગીચો દૂર કરીને પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. આ ઘટનાએ એએમસીની બગીચા માટે અનામત જમીનોને જાળવવાની ક્ષમતા સામે ફરી સવાલ ઊભા કર્યા છે. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા એક દાયકામાં ‘મિશન મિલિયન ટ્રી’ સહિતના અભિયાન હેઠળ ૧.૫ કરોડથી વધુ વૃક્ષો વાવ્યાં હોવાનો દાવો કર્યો છે, તો બીજી તરફ વિવિધ વિકાસ પ્રોજેક્ટો માટે છેલ્લા દાયકામાં અનેક બગીચાઓનો ભોગ લેવાયો છે.
ADVERTISEMENT
મેમનગર, ચાંદલોડિયા અને જમાલપુર જેવા વિસ્તારોમાં પણ વિકાસનાં કામો દરમિયાન બગીચાઓની જમીનનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો છે. એએમસીના એક અધિકારીએ જણાવ્યું છે કે ૨૦૦૪માં વિવિધ સંસ્થાઓની મદદથી શહેરમાં બગીચા વિકસાવવાનું અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાન હેઠળ પાંચ પ્લોટને બગીચા તરીકે વિકસાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
૨૦૦૨માં મેમનગરના ગુરુકુલ રોડ પર વિશ્રામ પાર્કની બાજુમાં ૧,૦૧૭ ચોરસ મીટરના વિસ્તારમાં ભૈરવ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. જોકે, વધતી વસતીને કારણે પીવાનાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે નાના પાણીના ટાંકાઓ બનાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર પૂરતા પ્રમાણમાં પીવાનાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ૨૦૨૧માં ભૈરવ ગાર્ડનમાં બુલડોઝર ચલાવી મોટો પાણીનો ટાંકો અને પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યાં હતુાં. ત્યાર બાદ ૨૦૨૨માં ચાંદલોડિયામાં પાણી વિતરણ સ્ટેશન બનાવવા માટે એએમસીએ એક બગીચો તોડી પાડ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : એકલવાયા વાઘને મળશે સાથી! ડાંગ અને નર્મદામાં વાઘણ માટે બનશે વિશેષ વાડા
મેમનગરમાં ૮,૮૦૬ ચો.મી.ના પ્લોટ પર ૨૦૦થી વધુ વૃક્ષો કાપીને હોલ બનાવવાની યોજના રદ. ૨૦૨૪માં એએમસીએ મેમનગરમાં શરદ મહેતા ગાર્ડન અને પાર્ટી પ્લોટની સામે આવેલા ૮,૮૦૬ ચોરસ મીટરના પ્લોટ પર આવેલી સૌરભ નર્સરી બંધ કરવાની યોજના બનાવી હતી. નર્સરીની જગ્યાએ ઓડિટોરિયમ / હોલ બનાવવા માટે ૨૦૦થી વધુ વૃક્ષો કાપવાનું આયોજન હતું. જોકે, સ્થાનિક રહીશોએ વિરોધ કરતાં સત્તાધીશોને આ યોજના રદ કરવાની ફરજ પડી હતી. આ પ્લોટ શાળા અને રમતના મેદાન માટે અનામત હતો. ૧૯૯૫માં રાજ્ય સરકારે વનીકરણ યોજના જાહેર કરી હતી, જે હેઠળ આ પ્લોટ સૌરભ નર્સરીનું ઘર બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.