ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના નિકોલમાં પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર RBL બેંકના ATMમાં ચોરીનો પ્રયાસ
Last Updated: 03:03 PM, 19 November 2026
ADVERTISEMENT
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા અમરજવાન સર્કલ પાસે RBL બેંકના ATM સેન્ટરમાં એક યુવકે પથ્થર વડે તોડફોડ કરી મશીન અને કાચના કેબિનને નુકસાન પહોંચાડ્યું છે. લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. બેંકના બ્રાંચ ઓપરેશન મેનેજરે નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
ADVERTISEMENT
શું હતો આખો બનાવ?
નવા નરોડામાં રહેતા 34 વર્ષીય કપિલભાઈ દાનાભાઈ ચાવડા RBL બેંક લિમિટેડમાં બ્રાંચ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે સવારે તેઓ ઘરે હતા ત્યારે બેંકના સર્વેલન્સ વિભાગમાંથી ફોન આવ્યો હતો કે નિકોલમાં શ્રીધર ફ્લોરાની બાજુમાં અમરજવાન સર્કલ પાસે આવેલા બેંકના ATM મશીન અને બહારના કાચના કેબિનમાં કોઈ અજાણ્યા શખ્સે તોડફોડ કરી છે. જેથી કપિલભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં ATM મશીનની ડિસ્પ્લે અને બહારના કાચના કેબિનને પથ્થર વડે તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જણાયું હતું.
ADVERTISEMENT
આરોપી માનસિક અસ્થિર
લોકોએ તોડફોડ કરનાર શખ્સને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. નિકોલ પોલીસની તપાસમાં શખ્સનું નામ શ્રવણકુમાર તેતરુ રાય (ઉં.વ. 21) હોવાનું અને તે મૂળ બિહારનો વતની હોવાનું ખુલ્યું છે. હાલ તે નિકોલ વિસ્તારમાં નવી બનતી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર રહેતો હતો અને પ્રાથમિક તપાસમાં તે માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.