ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ હવે માત્ર 2 મહિના! ખર્ચમાં ₹56.10 લાખનો ઘટાડો, હવે ₹26.40 લાખમાં યોજાશે ફેસ્ટિવલ
Last Updated: 03:54 PM, 20 November 2026
ADVERTISEMENT
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શોપિંગ ફેસ્ટિવલ સિઝન-૩નું આયોજન કરવામાં આવશે. અગાઉ ચાર મહિના માટે રૂ. ૮૨.૫૦ લાખના ખર્ચે ફેસ્ટિવલ યોજવાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. જોકે, સ્ટેન્ડિંગ કમિટીની ચર્ચા બાદ ફેસ્ટિવલનો સમયગાળો ઘટાડીને બે મહિના કરવામાં આવ્યો છે. સાથે જ ખર્ચમાં પણ રૂ. ૫૬.૧૦ લાખનો ઘટાડો કરીને હવે રૂ. ૨૬.૪૦ લાખ નક્કી કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ફેસ્ટિવલનાં આયોજન માટે પ્રાઈસ વોટરહાઉસ કૂપર્સ (PwC) કંપનીને કન્સલ્ટન્સીની કામગીરી સોંપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા સાથે મંજૂર કરી છે. કંપની દ્વારા ફેસ્ટિવલનાં આયોજન, ઈવેન્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને ડિજિટલ પ્રચાર માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત વેપારીઓ, કારીગરો, કલાકારો અને અન્ય હિતધારકો સાથે સંકલન કરીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં મદદ કરાશે.
ખાસ કરીને ફેસ્ટિવલમાં કેટલા વેપારીઓ જોડાશે, કેટલા મુલાકાતીઓ આવશે, કેટલું વેચાણ થશે અને શહેરના વેપાર પર કેટલી આર્થિક અસર પડશે તેનો અંદાજ પણ કન્સલ્ટન્સી કંપની નક્કી કરશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે અગાઉના શોપિંગ ફેસ્ટિવલમાં ગ્રાહકોને અપેક્ષા મુજબ ડિસ્કાઉન્ટ ન મળવાં અને જીએસટીના મુદ્દે સવાલો ઊઠ્યા હતા. વેપારીઓને થયેલા લાભ સામે પણ ચર્ચા થઈ હતી. ત્યારે આ વખતે સમયગાળો અને ખર્ચ ઘટાડ્યા બાદ ફેસ્ટિવલ વેપારીઓ તથા ગ્રાહકો માટે કેટલો ફાયદાકારક બને છે તેના પર સૌની નજર રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.