ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગિરનાર લીલી પરિક્રમા પહેલાં તંત્રની આગવી તૈયારીઓ, આગ-વન્યપ્રાણીઓના જોખમને જોતાં પરિક્રમાર્થીઓ માટે ખાસ સૂચનાઓ
Last Updated: 12:06 PM, 19 November 2026
ADVERTISEMENT
ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ વખતે શ્રદ્ધાળુઓની આસ્થાની સાથે કુદરતી પડકારો પણ તંત્રની કસોટી લેવાના છે. એક તરફ લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની પરિક્રમા કરવા માટે ઉમટવાના છે, તો બીજી તરફ ઓછા વરસાદને કારણે પાણીની અછત અને જંગલમાં સૂકાં પાંદડાંના કારણે આગ લાગવાનું જોખમ પણ ઊભું થયું છે. આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓની સુવિધા, સુરક્ષા અને વન્યપ્રાણીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે અંદાજે 8થી 15 લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમામાં ભાગ લે તેવી શક્યતા છે.
ADVERTISEMENT

ગિરનારની લીલી પરિક્રમા 20 નવેમ્બરની રાતથી શરૂ થશે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર પરિક્રમા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ તૈયાર કરી દેવામાં આવી છે. આ વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી કુદરતી જળસ્રોતોમાં પાણીની ઉપલબ્ધતા ઓછી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પરિક્રમા રૂટ પર પૂરતા બોર કરાવવામાં આવ્યા છે. સાથે જ 51 અલગ-અલગ સ્થળોએ 5000 લિટરની ક્ષમતાવાળી પાણીની ટાંકીઓ મૂકવામાં આવી છે. આ ટાંકીઓમાંથી નળ દ્વારા શ્રદ્ધાળુઓને પાણી મળી રહેશે. નળપાણી અને માળવેલા બંને ઘોડી પર પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ વર્ષે પહેલીવાર માળવેલા ઘોડી સુધી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પરિક્રમા રૂટ પર રોશનીની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પરિક્રમા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. ગિરનાર અભ્યારણ્યમાં ફોરવ્હીલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જોકે, આશ્રમના સંચાલકો, સ્થાનિક રહેવાસીઓ અને ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા લોકોને પાસ આપવામાં આવશે. ટુવ્હીલર વાહનો માટે સામાન્ય સમયે પ્રતિબંધ નહીં હોય, પરંતુ સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધીના પીક અવર્સ દરમિયાન ટુવ્હીલરની અવરજવર બંધ રહેશે. આશ્રમવાળા, સ્થાનિક રહેવાસીઓ અને ઇમરજન્સી સ્ટાફને અલગ પાસ આપવામાં આવશે, જેથી તેઓ કોઈપણ સમયે અવરજવર કરી શકે. બીજી તરફ ઓટો રિક્ષા માટે પણ પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ભવનાથ દરવાજાથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી 24 કલાક ઓટો રિક્ષા ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT
શ્રદ્ધાળુઓને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે પરિક્રમા રૂટ પર 7 હેલ્થ યુનિટ્સ કાર્યરત રહેશે. આ તમામ યુનિટ્સમાં 24 કલાક પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફ હાજર રહેશે. કોઈ યાત્રિકની તબિયત બગડે કે ઇમરજન્સી ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બાઈક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની વાત કરીએ તો પોલીસ, વન વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓના 2500થી વધુ કર્મચારીઓ ખડેપગે રહેશે. આ ઉપરાંત SDRFની બે યુનિટ્સ પણ તહેનાત કરવામાં આવી છે. પોલીસ અને વન વિભાગની આશરે 70 યુનિટ્સને અલગ-અલગ સ્થળોએ જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
ગિરનાર લીલી પરિક્રમા – આપની સુવિધા અને સલામતી અમારી પ્રાથમિકતા… ગિરનાર લીલી પરિક્રમા અન્વયે વિવિધ વિભાગો/ખાતાઓના કંટ્રોલરૂમના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં અથવા જરૂરી સહાય માટે નીચે દર્શાવેલ સંપર્ક નંબરો પર સંપર્ક કરવા નમ્ર અપીલ છે. https://t.co/NqhltyJYtS
— Collector Junagadh (@collectorjunag) November 18, 2026
ADVERTISEMENT
લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે જંગલની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વન વિભાગે પણ વિશેષ આયોજન કર્યું છે. પરિક્રમા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને અન્ય કામગીરી માટે રાજ્યના કુલ 15 ડિવિઝનના આશરે 350 અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ તહેનાત રહેશે. વન વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે જૂનાગઢ વન વિભાગના 88 અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. જ્યારે રાજ્યના અન્ય 14 ડિવિઝન અને વર્તુળ કચેરીઓમાંથી 262 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને જૂનાગઢ બોલાવવામાં આવ્યા છે. બહારના ડિવિઝનમાંથી સૌથી વધુ 92 ફોરેસ્ટ ગાર્ડ એકલા કાકરાપાર વિભાગમાંથી ફાળવવામાં આવ્યા છે.
ગીરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રિકોની સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વ્યૂહાત્મક 15 સ્થળોએ 42 CCTV કેમેરા લગાવી સતત દેખરેખ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા કોઈપણ અનિચ્છનીય બનાવને ત્વરિત પ્રતિસાદ આપવા પોલીસ તંત્ર સજ્જ છે. યાત્રિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા! https://t.co/mjxW2j6aKQ
— SP Junagadh (@SP_Junagadh) November 17, 2026
ADVERTISEMENT
પરિક્રમાર્થીઓને જૂનાગઢ ST ડેપોથી ભવનાથ સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 450 જેટલી વધારાની મીની બસની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ GSRTCની સત્તાવાર વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન બુકિંગ કરી શકશે અને ડિજિટલ પેમેન્ટનો લાભ પણ મેળવી શકશે. ટિકિટના દરની વાત કરીએ તો જૂનાગઢ ST ડેપોથી બાળકો માટે રૂ.15 અને ઉંમરલાયક પ્રવાસીઓ માટે રૂ.30 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભવનાથ અથવા જૂનાગઢ બસ સ્ટોપ પરથી રાજ્યના અન્ય શહેરોમાં જવા માટે આશરે 230 બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગિરનાર લીલી પરિક્રમા – ૨૦૨૬ “નિર્ભય સવારી” – સ્માર્ટ રિક્ષા ડેટાબેઝ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની સલામતી અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા “નિર્ભય સવારી” જૂનાગઢ જિલ્લા પોલીસ સેવા | સુરક્ષા | શાંતિ https://t.co/Ru6BR7covU
— SP Junagadh (@SP_Junagadh) November 17, 2026
આ વખતે ગિરનાર અભ્યારણ્યમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્લાસ્ટિકની તપાસ માટે અલગ-અલગ સ્ક્વોડ તહેનાત કરવામાં આવી છે. જો કોઈ યાત્રિક પાસેથી પ્લાસ્ટિક મળી આવશે તો વન કાયદા મુજબ ભારે દંડ ફટકારવામાં આવશે. વન્યપ્રાણીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખીને ખાનગી ફોરવ્હીલ વાહનો પર પણ પ્રતિબંધ રહેશે. ગિરનારના જંગલમાં સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓનો વસવાટ હોવાથી શ્રદ્ધાળુઓને નિર્ધારિત પરિક્રમા રૂટ છોડીને આસપાસના વિસ્તારમાં નહીં જવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને પાણીનાં સ્થળોની આસપાસ વન્યપ્રાણીઓ આવી શકે છે. આ વિસ્તારોમાં મગરનું જોખમ પણ હોવાથી યાત્રિકોએ પાણીનાં સ્થળોમાં પ્રવેશ કરવો નહીં.
આ વર્ષે જંગલમાં સૂકાં પાંદડાં વધુ હોવાથી આગ લાગવાની શક્યતા પણ વધી છે. આ જોખમને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વધારાના મેનપાવર અને ફાયર બ્લોવર્સ તહેનાત કરવામાં આવ્યા છે. યાત્રિકોને સિગારેટ, બીડી કે આગ પેદા કરી શકે તેવી કોઈપણ વસ્તુનો ઉપયોગ નહીં કરવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ જગ્યાએ રસોઈ માટે આગ સળગાવવામાં આવી હોય તો આગળ વધતા પહેલાં આગ સંપૂર્ણપણે બુઝાવી દેવી જરૂરી છે.
આ પણ વાંચો : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સુમુલ ડેરીએ વધાર્યા દૂધના ભાવ, આજે બપોરથી નવા ભાવ લાગુ!
જિલ્લા કલેક્ટરે શ્રદ્ધાળુઓને નિર્ધારિત સમય પહેલાં પરિક્રમામાં પ્રવેશ નહીં મળે તેવી સ્પષ્ટતા કરી છે. તેથી તમામ યાત્રિકોએ નક્કી કરેલા સમય પ્રમાણે જ પ્રવેશ લેવો. નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી પરિક્રમામાં આવવાનું ટાળવા પણ અપીલ કરવામાં આવી છે. સાથે જ પીવાના પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અને પાણીનો બગાડ નહીં કરવા સૂચના આપવામાં આવી છે. પરિક્રમા દરમિયાન શાંતિથી ચાલવું, વન વિભાગ અને પોલીસની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. જો કોઈ સ્થળે સિંહ કે અન્ય વન્યપ્રાણી જોવા મળે તો તેને ઉશ્કેરવાનો કે તેની નજીક જવાનો પ્રયાસ કરવો નહીં, પરંતુ તાત્કાલિક સપોર્ટ સ્ટાફને જાણ કરવી. ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે રૂટ પર પાંજરાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.