ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડોલી વડાલિયાને 26 વર્ષ બાદ મળ્યો ભારતીય પાસપોર્ટ, નાગરિકતા માટે કર્યો લાંબો સંઘર્ષ

ગુજરાત / ડોલી વડાલિયાને 26 વર્ષ બાદ મળ્યો ભારતીય પાસપોર્ટ, નાગરિકતા માટે કર્યો લાંબો સંઘર્ષ

Published By: Nidhi Panchal

Last Updated: 01:25 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય માતા-પિતાને ત્યાં વિદેશમાં જન્મેલી અને માત્ર 18 દિવસની ઉંમરથી ભારતમાં રહેતી ડોલી વડાલિયાને ભારતીય નાગરિકતા મેળવવા માટે 26 વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. અનેક કાનૂની અડચણો અને સરકારી પ્રક્રિયા બાદ આખરે 11 નવેમ્બરે તેને ભારતીય પાસપોર્ટ મળી ગયો છે.

ADVERTISEMENT

ભારતીય માતા-પિતાને ત્યાં વિદેશમાં જન્મેલી અને માત્ર 18 દિવસની ઉંમરથી ભારતમાં રહેતી ડોલી વડાલિયાને ભારતીય નાગરિકતા મેળવવા માટે 26 વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. કાનૂની ગૂંચવણ અને સરકારી પ્રક્રિયાઓમાં ફસાયેલી ડોલીને આખરે 11 નવેમ્બરે ભારતીય પાસપોર્ટ મળી ગયો છે. દિવાળીના તહેવારો દરમિયાન મળેલી આ ભેટ તેના માટે જીવનની સૌથી મોટી ખુશી બની છે.

Dolly-cadiya

ડોલીનો જન્મ 18 ફેબ્રુઆરી, 2000ના રોજ મોઝામ્બિકમાં ભારતીય માતા-પિતા કેતન અને આરતી બારિયાને ત્યાં થયો હતો. તેના માતા-પિતા વર્ષ 1995માં મોઝામ્બિકના ગાઝા પ્રાંતના ઝાઈ-ઝાઈ શહેરમાં સ્થાયી થયાં હતાં અને ત્યાં જથ્થાબંધ કરિયાણાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ડોલીના જન્મના બીજા જ દિવસે મોઝામ્બિકમાં વિનાશક ચક્રવાત 'લિયોન-એલિન' ત્રાટક્યું હતું. હિંદ મહાસાગરમાં આવેલા આ ચક્રવાતને કારણે ભારે વરસાદ અને ભયાનક પૂર આવ્યાં હતાં. આ કુદરતી આફતમાં ઓછામાં ઓછા 800 લોકોનાં મોત થયાં હતાં અને આશરે 20 હજાર પશુઓનાં મૃત્યુ થયાં હતાં. ડોલીના પરિવારનું ઘર અને વ્યવસાય પણ આ આફતમાં નષ્ટ થયાં હતાં. ડોલી માત્ર 18 દિવસની હતી ત્યારે હેલિકોપ્ટર દ્વારા પરિવાર સાથે તેને દેશની રાજધાની માપુટો લઈ જવાઈ હતી. ત્યાર બાદ પરિવાર ભારત પરત ફર્યો હતો. ડોલી ત્યારથી ભારતમાં જ રહે છે.

નાગરિકતાના નિયમોમાં ફસાઈ, પાસપોર્ટ મેળવવો મુશ્કેલ બન્યો

ડોલીનાં લગ્ન ખિલન વાડાલિયા સાથે થયાં છે. તેમના પતિ કેનેડાના કેલગરીમાં નોકરી કરે છે. પતિ સાથે કેનેડા જઈને સામાન્ય પારિવારિક જીવન શરૂ કરવાની ડોલીની ઈચ્છા હતી, પરંતુ ભારતીય પાસપોર્ટ ન હોવાથી તે શક્ય બનતું નહોતું. આખરે બંને પરિવારે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક તથા રાજકોટના ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાનો સંપર્ક કર્યો હતો. બંને નેતાઓએ જરૂરી દસ્તાવેજો મંગાવીને સંબંધિત મંત્રાલયોમાં રજૂઆત કરી હતી. આ મામલો કેન્દ્રીય ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ અધિકારીઓએ પરિવારના ઘરે જઈને દસ્તાવેજોની ચકાસણી કરી હતી.

ભારતીય ઉચ્ચાયોગને આ અંગેનો કાર્યાલયી આદેશ મોકલવામાં આવ્યો

3 ઓક્ટોબર, 2026ના રોજ વિદેશ મંત્રાલય અને મોઝામ્બિકમાં આવેલા ભારતીય ઉચ્ચાયોગને આ અંગેનો કાર્યાલયી આદેશ મોકલવામાં આવ્યો હતો. તેમાં નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 4(2) અને નાગરિકતા નિયમો, 1956ના નિયમ 11 હેઠળ ડોલીના જન્મની ભારતીય નાગરિક તરીકે નોંધણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હાઈકોર્ટના આદેશથી મુશ્કેલી વધી, હવે અપીલ પાછી ખેંચશે

આ સમગ્ર પ્રક્રિયા વચ્ચે છ મહિના પહેલાં ગુજરાત હાઈકોર્ટની એકલ ન્યાયાધીશની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે ડોલી વડાલિયા જન્મથી કે વંશપરંપરાથી ભારતીય નાગરિક નથી. તેને ભારતીય નાગરિકતા માટે અલગથી અરજી કરવી પડશે. આ આદેશથી ડોલી વધુ કાનૂની ગૂંચવણમાં ફસાઈ ગઈ હતી. ભારતીય નાગરિકતા માટે અરજી કરતાં પહેલાં અન્ય દેશની નાગરિકતા છોડવી જરૂરી હતી, પરંતુ ડોલી પાસે મોઝામ્બિકની નાગરિકતા જ નહોતી. પરિણામે, નાગરિકતા મેળવવાની પ્રક્રિયા શરૂ કરવી પણ મુશ્કેલ બની હતી.

પરિવારજનોએ આ આદેશ સામે અપીલ કરી

ડોલી અને તેના પરિવારજનોએ આ આદેશ સામે અપીલ કરી હતી. 5 ઑક્ટોબરે હાઈકોર્ટની બે ન્યાયાધીશોની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી, પરંતુ તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે દિવાળીની રજાઓ બાદ 23 નવેમ્બરથી કોર્ટની કાર્યવાહી ફરી શરૂ થવાની છે. જોકે, પાસપોર્ટ મળી જતાં ડોલી હવે પોતાની અપીલ પાછી ખેંચવાની છે.

આ પણ વાંચો : દિવાળીમાં ગુજરાતની વીજમાગમાં 2,949 મેગાવોટનો ઘટાડો, વીજવપરાશમાં પણ મોટો ઘટાડો

પાસપોર્ટ મળતાં પરિવારની આંખોમાં હર્ષનાં આંસુ

ડોલીના બનેવી રોનક અને પરિવારના અન્ય સભ્યોના જણાવ્યા અનુસાર, આ માટે ત્રણ વર્ષથી વધુ સમય સુધી પરિવાર સરકારી કચેરીઓ અને ન્યાયતંત્રનાં દ્વાર ખખડાવતો રહ્યો હતો. અનેક વખત દસ્તાવેજો અને અરજીઓ નામંજૂર થઈ હોવા છતાં પરિવારે પ્રયાસો ચાલુ રાખ્યા હતા. ડોલીના કહેવા પ્રમાણે, હાથમાં પાસપોર્ટ આવે ત્યાં સુધી તેને વિશ્વાસ જ નહોતો કે આ શક્ય બનશે. વારંવાર નિરાશા મળવાને કારણે ખુશી વ્યક્ત કરતાં પણ ડર લાગતો હતો. હવે ભારતીય પાસપોર્ટ મળતાં તે પોતાના પતિ સાથે કેનેડા જઈ શકશે અને લાંબા સમયથી અટકેલું પારિવારિક જીવન શરૂ કરી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Citizenship Dolly Vadalia Indian Passport

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ