ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / જય શાહની ICCમાં બીજી ઇનિંગ્સ! બિનહરીફ બીજી વખત ચેરમેન તરીકે ચૂંટાયા, ફરી સંભાળશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કમાન!

સ્પોર્ટ્સ / જય શાહની ICCમાં બીજી ઇનિંગ્સ! બિનહરીફ બીજી વખત ચેરમેન તરીકે ચૂંટાયા, ફરી સંભાળશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કમાન!

Published By: Jinal Chauhan

Last Updated: 11:32 AM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ માટે ગર્વના સમાચાર સામે આવ્યા છે. જય શાહ સતત બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે ચૂંટાયા છે.

ADVERTISEMENT

ક્રિકેટ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવનાર જય શાહ પર ફરી એકવાર મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બાલીમાં યોજાયેલી ICCની બેઠકમાં તમામ ડિરેક્ટર્સે તેમના નામનું સમર્થન કર્યુ હતું. તેમની સામે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા છે. આ નિર્ણયથી ICCના નેતૃત્વમાં તેમનો કાર્યકાળ આગળ વધશે. હવે તેમની સામે વિશ્વભરમાં ક્રિકેટનો વ્યાપ વધારવા અને આ રમતને નવી ઊંચાઈએ લઈ જવાનો પડકાર રહેશે. ખાસ કરીને 2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રીને ધ્યાનમાં રાખીને તેમનો આગામી કાર્યકાળ ઘણો ખાસ બની શકે છે.

સતત બીજી વખત ICCના ચેરમેન બન્યા જય શાહ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જય શાહને ફરી એકવાર ચેરમેન તરીકે પસંદ કર્યા છે. બાલીમાં યોજાયેલી બોર્ડ અને કમિટીની બેઠકમાં તમામ ડિરેક્ટર્સે તેમના નામનું સમર્થન કર્યુ હતું. ત્યારબાદ કોઈ અન્ય ઉમેદવાર મેદાનમાં ન હોવાથી જય શાહ બિનહરીફ ચૂંટાયા હતા.આ સાથે જ તેઓ સતત બીજી વખત આ પદની જવાબદારી સંભાળશે. ICCના બોર્ડે તેમના નેતૃત્વ પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ક્રિકેટમાં અત્યારે ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં રમતને દુનિયાના વધુ દેશો સુધી પહોંચાડવા, નવા દર્શકો જોડવા અને ક્રિકેટની આવક વધારવા જેવા મુદ્દાઓ પર કામ કરવાની જવાબદારી પણ તેમના પર રહેશે.

ICCના ચેરમેન બનવું મારા માટે ગર્વની વાત: જય શાહ

બીજી વખત ચેરમેન તરીકે પસંદગી થયા બાદ જય શાહે આ જવાબદારીને ગર્વની વાત ગણાવી છે. તેમણે જણાવ્યુ કે દુનિયાભરમાં ક્રિકેટને આગળ વધારવા માટે તેઓ તમામ સભ્યો સાથે મળીને કામ કરશે.તેમના મતે ક્રિકેટ અત્યારે ખૂબ જ રોમાંચક તબક્કામાંથી પસાર થઈ રહ્યુ છે. આ રમતમાં નવા દેશો અને નવા દર્શકો જોડાઈ રહ્યા છે. આગામી સમયમાં ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવાની મોટી તક છે. આ માટે તમામ સભ્યોનો સહયોગ જરૂરી રહેશે.જય શાહે એ પણ જણાવ્યુ કે તેમની જવાબદારી માત્ર મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા પૂરતી નથી. ક્રિકેટનું ભવિષ્ય મજબૂત બને, ખેલાડીઓને સારી તકો મળે અને ચાહકોને વધુ સારી સુવિધાઓ મળે તે દિશામાં પણ કામ કરવામાં આવશે. આ સાથે બિઝનેસ પાર્ટનર્સ અને ક્રિકેટ સાથે જોડાયેલા તમામ લોકોના હિતનું ધ્યાન રાખવામાં આવશે.

2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી પર રહેશે ખાસ ધ્યાન

જય શાહના આગામી કાર્યકાળમાં સૌથી મોટો મુદ્દો 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી રહેશે. લાંબા સમય બાદ ક્રિકેટને ઓલિમ્પિકમાં સ્થાન મળ્યુ છે. આ રમત માટે દુનિયાભરમાં નવા દર્શકો સુધી પહોંચવાની મોટી તક છે.ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થવાથી એવા દેશોમાં પણ આ રમત પ્રત્યે રસ વધી શકે છે, જ્યાં અત્યારે ક્રિકેટ એટલી લોકપ્રિય નથી. ખાસ કરીને અમેરિકા જેવા બજારમાં ક્રિકેટને નવી ઓળખ મળી શકે છે.આ ઉપરાંત ICC સામે ક્રિકેટને વધુ દેશોમાં પહોંચાડવાનો પડકાર પણ રહેશે. નવા દેશોમાં ક્રિકેટની સુવિધાઓ વધારવી, યુવા ખેલાડીઓને તક આપવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા વધારવી જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવુ પડશે.

36 વર્ષની ઉંમરે બન્યા હતા ICCના સૌથી યુવા ચેરમેન

જય શાહ વર્ષ 2024માં પહેલી વખત ICCના ચેરમેન બન્યા હતા. તેમણે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધુ હતુ. તે સમયે તેમની ઉંમર માત્ર 36 વર્ષ હતી. આ સાથે તેઓ ICCના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ચેરમેન બનનાર વ્યક્તિ બન્યા હતા.જય શાહ ICCના ચેરમેન બનનાર પાંચમા ભારતીય છે. તેમના પહેલાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર આ જવાબદારી સંભાળી ચૂક્યા છે. ભારતીય ક્રિકેટ માટે આ એક ખાસ સિદ્ધિ માનવામાં આવે છે.

ICCમાં પહેલાં પ્રેસિડેન્ટ કહેવાતુ હતુ આ પદ

ICCમાં અગાઉ આ પદને પ્રેસિડેન્ટ તરીકે ઓળખવામાં આવતુ હતું. જોકે, વર્ષ 2015 પહેલાં આ પદનું નામ બદલીને ચેરમેન કરવામાં આવ્યુ હતું. ત્યારથી સંસ્થાના વડાને ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે.હવે બીજી વખત આ જવાબદારી મળ્યા બાદ જય શાહ સામે ક્રિકેટને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાની તક છે. 2028ના ઓલિમ્પિક, નવા દેશોમાં ક્રિકેટનો વિકાસ અને રમતની આવક વધારવા જેવા મુદ્દાઓ તેમના કાર્યકાળમાં ખાસ રહેશે. હવે જોવાનું એ રહેશે કે તેમના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કઈ નવી ઊંચાઈઓ સર કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati smachar Jay Shah ICC Chairman ICC Chairman Election

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ