ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીના રસ્તાઓ પર રઝળી પડી કલાકૃતિઓ, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠ્યા સવાલ, 18 કરોડ પાણીમાં ગયા
Last Updated: 07:12 PM, 15 November 2026
ADVERTISEMENT
અંબાજી: યાત્રાધામ અંબાજીને સુંદર અને આકર્ષક બનાવવા માટે મુખ્ય માર્ગો પર આશરે રૂ. 18 કરોડના ખર્ચે જયપુરી પથ્થરની 40થી વધુ કલાકૃતિઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ કલાકૃતિઓ યાત્રિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, પરંતુ હવે તેમની મજબૂતી અને સ્થાપન કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
અંબાજીને જોડતા ખેડબ્રહ્મા-હિંમતનગર હાઇવે પર લગાવવામાં આવેલી એક કલાકૃતિ ધરાશાયી થતાં ચકચાર મચી ગઈ છે. વહેલી સવારથી જ આ કલાકૃતિ રસ્તાની વચ્ચે પડી રહેતાં માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાની વચ્ચે પડેલી કલાકૃતિને કારણે વાહનચાલકો માટે અકસ્માત સર્જાવાની શક્યતા પણ ઊભી થઈ હતી.
ADVERTISEMENT
આ ઘટનાને પગલે કલાકૃતિઓના ફિટિંગ અને સ્થાપન માટે કરવામાં આવેલી કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને માર્ગો પર સ્થાપિત કરવામાં આવેલી અનેક કલાકૃતિઓ ત્રાંસી જોવા મળી રહી હોવાના કારણે તેમનું યોગ્ય રીતે ફિટિંગ કરવામાં આવ્યું છે કે નહીં તે અંગે પણ શંકા વ્યક્ત થઈ રહી છે.
નોંધનીય છે કે હજુ તમામ કલાકૃતિઓનું સ્થાપન કાર્ય પૂર્ણ થયું નથી, ત્યાં જ કેટલીક કલાકૃતિઓની સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. જો કરોડોના ખર્ચે તૈયાર થતી આ કલાકૃતિઓ યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવી ન હોય તો ભવિષ્યમાં યાત્રિકો અને સ્થાનિક વાહનચાલકો માટે જોખમ ઊભું થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતના સૌથી મોટા વૌઠાના મેળાની તડામાર તૈયારીઓ, 20થી 26 નવેમ્બર સુધી જામશે લોકમેળાની રોનક!
આથી સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર કામગીરીની તટસ્થ તપાસ કરવામાં આવે, સ્થાપિત થયેલી તમામ કલાકૃતિઓની મજબૂતી અને ફિટિંગની ગુણવત્તા ચકાસવામાં આવે તેમજ જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. યાત્રાધામની સુંદરતા વધારવાની સાથે લોકોની સુરક્ષા જળવાય તે પણ એટલું જ જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.