ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ગુજરાત સહિત 13 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર, જાણો ક્યાં કેટલા મતદારો!
Last Updated: 10:46 AM, 13 November 2026
ADVERTISEMENT
મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે જાણવું હવે જરૂરી બની ગયું છે. ચૂંટણી પંચે નવી ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા આગળ વધારી છે. આ યાદીમાં નામ, સરનામું કે અન્ય વિગતોમાં ભૂલ હોય તો સુધારો કરાવવાની તક મળશે. 12 નવેમ્બરથી 11 ડિસેમ્બર 2026 સુધી મતદારો દાવા અને વાંધા નોંધાવી શકશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ 4 જાન્યુઆરી 2027ના રોજ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
દેશમાં મતદાર યાદીને અપડેટ કરવાની કામગીરી હેઠળ 13 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, કેરળ, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ, છત્તીસગઢ, ગોવા, મણિપુર, તમિલનાડુ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.આ ઉપરાંત અંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ અને પુડુચેરીની મતદાર યાદી પણ જાહેર થઈ છે. જોકે, ઉત્તર પ્રદેશમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવાની તારીખ પાંચ દિવસ લંબાવવામાં આવી છે. હવે ત્યાં 17 નવેમ્બર 2026ના રોજ યાદી જાહેર થશે.
ADVERTISEMENT
ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે તેમાં નામ ઉમેરવા, નામ કઢાવવા અથવા વિગતોમાં સુધારો કરાવવા માટે દાવા અને વાંધા નોંધાવી શકાશે. આ માટે 12 નવેમ્બરથી 11 ડિસેમ્બર 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે.આ સમયગાળા દરમિયાન કોઈ મતદારનું નામ યાદીમાં રહી ગયું હોય, ખોટી વિગતો નોંધાઈ હોય અથવા કોઈ નામ સામે વાંધો હોય તો અરજી કરી શકાશે. મળેલી અરજીઓનો નિકાલ 28 ડિસેમ્બર 2026 સુધી કરવામાં આવશે. ત્યારબાદ 4 જાન્યુઆરી 2027ના રોજ આખરી મતદાર યાદી બહાર પાડવામાં આવશે.
ADVERTISEMENT
આસામની નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 2,51,76,910 મતદારોનાં નામ નોંધાયાં છે. તેમાં 1,25,87,650 પુરુષ, 1,25,88,939 મહિલા અને 321 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.આ વર્ષે 10 ફેબ્રુઆરીએ જાહેર થયેલી આખરી મતદાર યાદીમાં 2,49,58,139 મતદારો હતા. તેની સરખામણીમાં નવી ડ્રાફ્ટ યાદીમાં 2,18,771 મતદારોનો વધારો થયો છે. મતદાર યાદી અપડેટ કરવાની કામગીરી દરમિયાન 4,12,344 નવા નામ ઉમેરવામાં આવ્યાં છે, જ્યારે 1,93,573 નામ દૂર કરવામાં આવ્યાં છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ''કેટલાંકને એવું લાગે છે કે બંધારણ એમના ખિસ્સામાં છે'', વગર નામ લીધે PM મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર
ADVERTISEMENT
મણિપુરની ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 19,94,357 મતદારો નોંધાયા છે. તેમાં 9,69,298 પુરુષ, 10,24,735 મહિલા અને 324 ટ્રાન્સજેન્ડર મતદારો છે.રાજ્યના તમામ 16 જિલ્લાની 60 વિધાનસભા બેઠકો પર મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતાં વધારે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં જાહેર થયેલી આખરી યાદીમાં 19.60 લાખ મતદારો હતા. તેની સરખામણીમાં નવી ડ્રાફ્ટ યાદીમાં આશરે 33,700 મતદારોનો વધારો થયો છે.
ADVERTISEMENT
કેરળ અને બિહારમાં પણ નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાં અગાઉની ખાસ સઘન સુધારણા (SIR) બાદની આખરી યાદીની સરખામણીમાં મતદારોની સંખ્યા વધી છે.કેરળમાં નવી ડ્રાફ્ટ યાદીમાં 2,73,60,254 મતદારોનાં નામ છે. જ્યારે SIR બાદ જાહેર થયેલી આખરી યાદીમાં 2,69,53,644 મતદારો હતા. એટલે કે નવી યાદીમાં આશરે 4.06 લાખ મતદારોનો વધારો નોંધાયો છે.બીજી તરફ બિહારમાં નવી ડ્રાફ્ટ યાદીમાં આશરે 7.55 કરોડ મતદારો નોંધાયા છે. અગાઉ SIR બાદ જાહેર થયેલી યાદીમાં આ સંખ્યા 7.42 કરોડ હતી. આમ, બિહારમાં પણ આશરે 13 લાખ મતદારો વધ્યા છે.
એક તરફ અનેક રાજ્યોમાં મતદારોની સંખ્યા વધી છે, તો બીજી તરફ તમિલનાડુમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યની નવી SSR ડ્રાફ્ટ મતદાર યાદીમાં આશરે 5.77 કરોડ મતદારો નોંધાયા છે.તમિલનાડુમાં SIR પહેલાં આશરે 6.41 કરોડ મતદારો હતા. ત્યારબાદ સુધારણા પ્રક્રિયા બાદ જાહેર થયેલી યાદીમાં આ સંખ્યા ઘટીને 5.67 કરોડ થઈ હતી. હવે નવી ડ્રાફ્ટ યાદીમાં ફરી વધારો થયો છે, પરંતુ SIR પહેલાંની સંખ્યાની સરખામણીમાં મતદારો ઓછા છે.
રાજસ્થાનની નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 5,26,67,416 મતદારો નોંધાયા છે. હવે રાજ્યના મતદારોને પોતાના નામ અને અન્ય વિગતો તપાસવાની તક મળશે.યાદીમાં નામ ન હોય તો નવું નામ ઉમેરાવવા માટે અરજી કરી શકાશે. આ ઉપરાંત નામ દૂર કરાવવા અથવા નોંધાયેલી વિગતોમાં સુધારો કરાવવા માટે પણ દાવા અને વાંધા નોંધાવી શકાશે.

પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા હોવાથી આ યાદી ખાસ મહત્વ ધરાવે છે.દાવા અને વાંધાની પ્રક્રિયા પૂરી થયા બાદ 4 જાન્યુઆરી 2027ના રોજ આખરી યાદી જાહેર થશે. આ યાદી માટે 1 જાન્યુઆરી 2027ને લાયકાતની તારીખ નક્કી કરવામાં આવી છે. એટલે કે 1 જાન્યુઆરી 2027 સુધીમાં 18 વર્ષ પૂરાં કરનારા યુવાનો મતદાર તરીકે નામ નોંધાવવા અરજી કરી શકશે.
ગુજરાતમાં પણ નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. તેથી રાજ્યના મતદારોએ યાદીમાં પોતાનું નામ અને અન્ય વિગતો ચકાસી લેવી જોઈએ. ખાસ કરીને નામની જોડણી, સરનામું અને મતદાર તરીકે નોંધાયેલી અન્ય વિગતોમાં કોઈ ભૂલ હોય તો સમયમર્યાદામાં સુધારા માટે અરજી કરવી જોઈએ.યાદીમાં નામ ન હોય તો તેને ઉમેરાવવા માટે પણ દાવો રજૂ કરી શકાય છે. 11 ડિસેમ્બર 2026 સુધી આ પ્રક્રિયા માટે સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ અરજીઓની તપાસ અને નિકાલ કરીને 4 જાન્યુઆરી 2027ના રોજ આખરી મતદાર યાદી જાહેર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો