ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / રંગબેરંગી ભરતકામથી તૈયાર કરાયેલા બ્રોકેડ લહેંગાએ રાધિકા અંબાણીના લુકમાં લગાવ્યા ચાર ચાંદ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:14 PM, 12 November 2026
1/5
ફેશન જગતમાં હંમેશાં પોતાની આગવી શૈલી માટે ચર્ચામાં રહેતી રાધિકા મર્ચન્ટ અંબાણીનો એક નવો જ અને મનમોહક અંદાજ સામે આવ્યો છે, જેમાં ભારતીય હસ્તકળા અને પરંપરાગત કાપડની અદ્ભુત ઝાંખી જોવા મળે છે. રાધિકા અંબાણીએ એન્ટિક ગોલ્ડ બેઝ પર તૈયાર કરાયેલા એક અદભુત રતકામના બ્રોકેડ લહેંગામાં અદભુત સુંદરતા દર્શાવી છે.
2/5
ADVERTISEMENT
3/5
તેમના આ શાહી પોશાકને વધુ આકર્ષક બનાવતું અન્ય એક મુખ્ય પાસું તેનો બ્લાઉઝ છે, જે બહુ રંગીન ફ્લોરલ મોટિફ્સ અને ઝીણવટભરી વિગતોથી સજ્જ થઈને સ્કર્ટની સમૃદ્ધિમાં પૂરતો વધારો કરે છે. આ સમગ્ર વસ્ત્રની સુંદરતામાં વધારો કરવા માટે એક સુંદર ઓમ્બ્રે બાંધણી દુપટ્ટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફિરોજીથી મિંટ ગ્રીનમાં રંગોનું સુંદર પરિવર્તન દર્શાવે છે.
4/5
ADVERTISEMENT
5/5
આ લુક ભારતીય કારીગરીની એક સાચી ઉજવણી સમાન છે, જ્યાં પરંપરાગત વસ્ત્રો, જટિલ ભરતકામ અને હસ્તકળા સમકાલીન ફેશનમાં એક નવો જ અને સુંદર અંદાજ રજૂ કરે છે. આ અદભુત સ્ટાઇલિંગ પાછળ સ્ટાઈલિશ એસ્થર પિન્ટોનું માર્ગદર્શન રહ્યું છે અને આ લુક જાણીતી ડિઝાઇનર બ્રાન્ડ મનીષ મલ્હોત્રા વર્લ્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ