ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:39 PM, 11 November 2026
ADVERTISEMENT
આઇપીએલ 2027 માટે ટ્રેડ વિન્ડો ખુલી ગઈ છે. આગામી સીઝન માટે હરાજી ડિસેમ્બરમાં ગોવામાં થવાની છે. તે પહેલાં બધી 10 ટીમોએ 17 નવેમ્બર સુધીમાં રિટેન કરેલા અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવી પડશે. અત્યાર સુધીમાં, ટ્રેડ વિન્ડોનો ઉપયોગ કરીને કુલ 10 ખેલાડીઓની અદલાબદલી કરવામાં આવી છે, જેમાં ઘણા અગ્રણી નામોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આઇપીએલ 2027 પહેલા જે બન્યું તે લીગના ઇતિહાસમાં ક્યારેય નથી થયું. આ વખતે બે ટીમના કેપ્ટનને અન્ય ટીમોમાં ટ્રેડ કરવામાં આવ્યા છે. ઋષભ પંત જેને ₹27 કરોડમાં વેચવામાં આવ્યો હતો, તે લખનૌ સુપર જાયન્ટ્સ છોડીને હવે દિલ્હી કેપિટલ્સમા ચાલ્યો ગયો છે. હાર્દિક પંડ્યા પણ મુંબઈ ઇન્ડિયન્સથી પંજાબ કિંગ્સમાં ગયો છે. બંને પોતપોતાની ટીમોના કેપ્ટન હતા. પંતના પગારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે એક આશ્ચર્યજનક ડીલ થઇ છે. ફાસ્ટ બોલર ખલીલ અહેમદ અને નાથન એલિસ ચેન્નાઈથી હૈદરાબાદ ટીમમાં ગયા છે. જ્યારે જેક એડવર્ડ્સ અને લિયામ લિવિંગસ્ટોન સનરાઈઝર્સથી ચેન્નાઇ સુપર કિંગ્સમાં ગયા છે. આ વેપાર કરારથી ચાહકો આશ્ચર્યચકિત થયા છે.
ADVERTISEMENT
અત્યાર સુધી આ ખેલાડીઓએ ટ્રેડ ડીલ દ્વારા ટીમો બદલી છે
ઋષભ પંત - લખનૌ સુપર જાયન્ટ્સથી દિલ્હી કેપિટલ્સ - પગાર 15 કરોડ રૂપિયા હશે
ADVERTISEMENT
કુલદીપ યાદવ - દિલ્હી કેપિટલ્સથી લખનૌ સુપર જાયન્ટ્સ - પગાર 13.5 કરોડ રૂપિયા હશે
ટી નટરાજન - દિલ્હી કેપિટલ્સથી સનરાઇઝર્સ હૈદરાબાદ - પગાર 5 કરોડ રૂપિયા હશે
ADVERTISEMENT
ઝીશાન અંસારી - સનરાઇઝર્સ હૈદરાબાદથી દિલ્હી કેપિટલ્સ - પગાર 40 લાખ રૂપિયા હશે
લિયામ લિવિંગસ્ટોન - સનરાઇઝર્સ હૈદરાબાદથી ચેન્નાઈ સુપર કિંગ્સ - 6 કરોડ રૂપિયા
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ક્રિકેટ / શુભમન ગિલના લગ્નની ચર્ચા તેજ, રોહિત શર્માએ મજાકમાં કર્યું મોટું એલાન!, જુઓ Video
ADVERTISEMENT
જેક એડવર્ડ્સ - સનરાઇઝર્સ હૈદરાબાદથી ચેન્નાઈ સુપર કિંગ્સ - 3 કરોડ રૂપિયા
ખલીલ અહેમદ - ચેન્નાઈ સુપર કિંગ્સથી સનરાઇઝર્સ હૈદરાબાદ - 4.8 કરોડ રૂપિયા
નાથન એલિસ - ચેન્નાઈ સુપર કિંગ્સથી સનરાઇઝર્સ હૈદરાબાદ - 2 કરોડ રૂપિયા
હાર્દિક પંડ્યા - મુંબઈ ઇન્ડિયન્સથી પંજાબ કિંગ્સ - 18 કરોડ રૂપિયા
અર્શદીપ સિંહ - પંજાબ કિંગ્સથી મુંબઈ ઇન્ડિયન્સ - 18 કરોડ રૂપિયા
સંકળાયેલા મુદ્દાઓ