ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:17 PM, 11 November 2026
ADVERTISEMENT
Cabinet Decisions :આજની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને એનસીઆરના લોકો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મંત્રીમંડળે નોઈડાથી ગ્રેટર નોઈડા સુધીની નવી મેટ્રો લાઇનના નિર્માણ, ખેડૂતો માટે ખાતર સબસિડી અને નાના વ્યવસાયો માટે ક્રેડિટ યોજના ચાલુ રાખવાને મંજૂરી આપી છે.
ADVERTISEMENT
આજની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સામાન્ય જનતા, ખેડૂતો અને વ્યવસાયોના હિતમાં પાંચ મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા. સરકાર આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને યોજનાઓ પર કુલ ₹77,101 કરોડ ખર્ચ કરશે. મંત્રીમંડળે ₹2,390 કરોડના બજેટ સાથે ગ્રેટર નોઈડા સુધીના નવા મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ નવી મેટ્રો લાઇનના નિર્માણથી લાખો દૈનિક મુસાફરો, કાર્યકારી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને ટ્રાફિક જામમાંથી રાહત મળશે અને બંને શહેરો વચ્ચે મુસાફરી પહેલા કરતાં ઘણી સરળ બનશે.
ભારતના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તૃત કરવા માટે મંત્રીમંડળે યુગે યુગીન ભારત મ્યૂઝિયમને મંજૂરી આપી છે. તેનો ખર્ચ ₹3,230 કરોડ થશે. જ્યા દેશના હજારો વર્ષો જૂના ઇતિહાસ કલા અને સભ્યતાને આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રસ્તૃત કરાશે. સરકાર દિલ્હીના ઉત્તર અને દક્ષિણ બ્લોકમાં સ્થિત વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય બનાવવાનો ઇરાદો ધરાવે છે. પ્રથમ ગેલેરીઓ 2027 માં જાહેર જનતા માટે ખુલશે. આ સંગ્રહાલયમાં વાર્ષિક 1 કરોડ પર્યટકો આવવાની ક્ષમતા હશે.
ADVERTISEMENT
ખેડૂતો માટે ખાતર સબસિડી
કેન્દ્રીય મંત્રીમંડળે ઓક્ટોબરથી માર્ચ સુધી ચાલતી રવિ સિઝન માટે ખાતર સબસિડી તરીકે ₹62,370 કરોડને મંજૂરી આપી છે. આ મંજૂરી સરકારની પોષક તત્વો આધારિત સબસિડી (NBS) યોજના હેઠળ આપવામાં આવી છે. ખેડૂતોને સબસિડીવાળા ભાવે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ADVERTISEMENT
નાના વ્યવસાયો માટે ક્રેડિટ ગેરંટી ફંડ માટે ₹5,000 કરોડ
કેન્દ્રીય મંત્રીમંડળે સૂક્ષ્મ એકમો (નાના વ્યવસાયો) માટે ક્રેડિટ ગેરંટી ફંડ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ ભંડોળ માટે ₹5,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ આપવામાં આવતી લોન પર ક્રેડિટ ગેરંટી આપશે. આનાથી બેંકો અને નાણાકીય સંસ્થાઓને નાના વ્યવસાયોને લોન આપવામાં મદદ મળશે. આ વ્યવસ્થા મુદ્રા યોજના હેઠળ કુલ ₹12.6 લાખ કરોડની લોનની ગેરંટીને સરળ બનાવશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કુલગામમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી એટેક, 3 જવાનો ઘાયલ, સર્ચ શરૂ
ADVERTISEMENT
સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના માટે ₹4,111 કરોડ
કેબિનેટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાના ક્રેડિટ ગેરંટી ફંડ માટે ₹4,111 કરોડને મંજૂરી આપી છે, જે સ્વ-રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે. આનાથી ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયો શરૂ કરવા અને વિસ્તરણ કરવા માટે સંસ્થાકીય લોન સરળતાથી મળી શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો