ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ત્રણ દિવસમાં જ દોઢ લાખથી વધુ પ્રવાસીઓએ લીધી એકતાનગરની મુલાકાત, જુઓ Video

નર્મદા / ત્રણ દિવસમાં જ દોઢ લાખથી વધુ પ્રવાસીઓએ લીધી એકતાનગરની મુલાકાત, જુઓ Video

Published By: Vishal Khamar
Reported By: Pravin Patvari

Last Updated: 04:22 PM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી વેકેશનમાં એકતાનગર પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળોએ ત્રણ દિવસમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. હોટલ, ટેન્ટસિટી અને વ્યૂઇંગ ગેલેરી હાઉસફુલ.

ADVERTISEMENT

એકતાનગર: દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતના પ્રવાસન સ્થળોમાં એકતાનગર પ્રવાસીઓની પહેલી પસંદ બનીને ઉભરી આવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આસપાસનાં વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વેકેશનના પ્રથમ ત્રણ દિવસમાં જ દોઢ લાખથી વધુ પ્રવાસીઓએ એકતાનગરની મુલાકાત લેતાં પ્રવાસન ક્ષેત્રમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

દિવાળી વેકેશન અને રજાઓનો લાભ લેવા માટે ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ એકતાનગર પહોંચી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, વ્યૂઇંગ ગેલેરી સહિતનાં આકર્ષણો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીની ટિકિટો પણ હાઉસફુલ થઈ ગઈ છે, જેના કારણે પ્રવાસીઓમાં અગાઉથી ઓનલાઈન ટિકિટ બુક કરાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. વેકેશન દરમિયાન દરરોજ 50થી 60 હજાર પ્રવાસીઓ એકતાનગરની મુલાકાત લે તેવી શક્યતા હોવાથી પીવાના પાણી, ઓનલાઈન ટિકિટ બુકિંગ અને પ્રવાસીઓની સુવિધા માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

બીજી તરફ, એકતાનગરની હોટલો, ટેન્ટસિટી અને રો-હાઉસમાં પણ બુકિંગનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ અગાઉથી જ રહેવાની વ્યવસ્થા બુક કરાવી રહ્યા હોવાથી પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ ખુશીનો માહોલ છે.

આ પણ વાંચોઃ તહેવાર ટાણે સુરતમાં રફ્તારનો કહેર યથાવત, કેબલ બ્રિજ પર કાર ડિવાઈડર સાથે અથડાઈને 15 ફૂટ ફંગોળાઈ

દિવાળી વેકેશનના પ્રારંભિક ત્રણ દિવસમાં જ દોઢ લાખથી વધુ પ્રવાસીઓની મુલાકાતે એકતાનગરની લોકપ્રિયતાનો પરચો આપ્યો છે. આગામી દિવસોમાં પણ પ્રવાસીઓનો ધસારો યથાવત્ રહેવાની શક્યતા છે, ત્યારે એકતાનગર દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતના અગ્રણી પ્રવાસન કેન્દ્ર તરીકે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali Vacation Statue of Unity Ekta Nagar

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ