ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:08 PM, 11 November 2026
ADVERTISEMENT
બેંગલુરુ અને મેંગલુરુ વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ કર્ણાટકના મુસાફરોને ઝડપી રેલ કનેક્ટિવિટી મળવાની અપેક્ષા છે. આ ટ્રેન 13 નવેમ્બરથી કાર્યરત થઇ શકે છે. બંને શહેરો વચ્ચેની મુસાફરી હવે નવને બદલે સાત કલાકમા પુર્ણ થશે.
ADVERTISEMENT
કર્ણાટકની રાજધાની બેંગલુરુથી દરિયાકાંઠાના શહેર મેંગલુરુ સુધી મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે 13 નવેમ્બરના બંને શહેરો વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવા જઇ રહી છે. આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન બેંગલુરુથી મેંગલુરુ સુધી લગભગ સાત કલાકમાં મુસાફરી કરી શકશે. હાલમાં આ રૂટ પર ચાલતી ઘણી એક્સપ્રેસ ટ્રેનો નવ કલાક કે તેથી વધુ સમય લે છે. નવી ટ્રેનના લોન્ચથી વ્યવસાય, પર્યટન અને દૈનિક મુસાફરોને ઝડપી રેલ કનેક્ટિવિટી મળી રહેવાની ધારણા છે.
અહેવાલો અનુસાર પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ બેંગલુરુના યશવંતપુર સ્ટેશન અને મેંગલુરુ જંકશન વચ્ચે દોડશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અગાઉ સંકેત આપ્યો હતો કે વંદે ભારત એક્સપ્રેસ થોડા અઠવાડિયામાં આ રૂટ પર શરૂ કરવામાં આવશે. જોકે રેલવે ટ્રેનની શરૂઆત, અંતિમ સમયપત્રક અને સ્ટોપેજ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
ADVERTISEMENT
ટ્રાયલ મુસાફરી લગભગ 7 કલાકમાં પૂર્ણ થઈ
બેંગલુરુ અને મેંગલુરુ વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસનું સપ્ટેમ્બરમાં ટ્રાયલ કરવામાં આવ્યું હતું. 10 સપ્ટેમ્બરના 16 કોચવાળી ટ્રેન યશવંતપુરથી સવારે 6:50 વાગ્યે રવાના થઈ અને બપોરે 1:55 વાગ્યે મેંગલુરુ જંકશન પર પહોંચી. ટ્રેન લગભગ 7 કલાક અને 5 મિનિટમાં મુસાફરી પૂર્ણ કરી. પરત ફરતી વખતે ટ્રેનને મેંગલુરુથી યશવંતપુર પહોંચવામાં લગભગ 6 કલાક અને 49 મિનિટનો સમય લાગ્યો. આ ટ્રાયલ પરિણામો દર્શાવે છે કે નવી ટ્રેન હાલની એક્સપ્રેસ સેવાઓની તુલનામાં મુસાફરોનો સમય નોંધપાત્ર રીતે બચાવી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / ખેડૂતોને સબસિડીથી લઇને..., જાણો કેબિનેટ બેઠકના એ 5 મોટા નિર્ણય
ADVERTISEMENT
હાલની ટ્રેનોની તુલનામાં તે કેટલો સમય ઘટાડશે?
હાલમાં, બેંગલુરુ અને મેંગલુરુ વચ્ચે દોડતી ઘણી ટ્રેનો મુસાફરી પૂર્ણ કરવામાં ઘણો સમય લે છે. ઉદાહરણ તરીકે બેંગલુરુ-કન્નુર એક્સપ્રેસને મેંગલુરુ પહોંચવામાં લગભગ 9 કલાક લાગે છે, અને યશવંતપુર-કારવાર એક્સપ્રેસને મુસાફરી પૂર્ણ કરવામાં લગભગ 9 કલાક અને 35 મિનિટ લાગે છે. દરમિયાન, પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ આ અંતર લગભગ 7 કલાકમાં કાપી શકે છે, જેનો અર્થ એ થાય કે મુસાફરો લગભગ 2 થી 2.5 કલાક બચાવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો