ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાઈબીજના પવિત્ર પ્રસંગે માંના મંદિરોમાં ઉમટ્યું માનવમહેરામણ, જુઓ ભક્તોની ભીડ

VIDEO / ભાઈબીજના પવિત્ર પ્રસંગે માંના મંદિરોમાં ઉમટ્યું માનવમહેરામણ, જુઓ ભક્તોની ભીડ

Published By: Vishal Khamar

Last Updated: 01:45 PM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઈબીજના પવિત્ર દિવસે અંબાજી શક્તિપીઠમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા. વહેલી સવારથી ગબ્બરવાળી અને મા અંબાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી.

ADVERTISEMENT

અંબાજી: યાત્રાધામ અંબાજીમાં ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર સહિત ગબ્બર પર્વત તરફ જતાં માર્ગો પર પણ ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી.

માતાજીનાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી

ભાઈબીજના દિવસે ખાસ કરીને મોટી સંખ્યામાં બહેનો મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી હતી. વહેલી સવારથી જ ગબ્બરવાળી માતાજીનાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ માહોલમાં માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પવિત્ર પર્વ નિમિત્તે અંબાજી ધામમાં જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. દૂરદૂરથી આવેલા માઈભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ભાઈબીજના દિવસે અંબાજી ધામમાં ઉમટેલા માનવ મહેરામણને પગલે સમગ્ર યાત્રાધામમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો.

પંચમહાલ: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

મંદિર ખાતે સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી

પાવાગઢ ડુંગર પર આવેલા મહાકાળી માતાજીના મંદિર ખાતે સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. ભક્તોએ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન અને આરતીનો લ્હાવો લીધો હતો.

આ પણ વાંચોઃ ચાલુ બસમાંથી નીચે પટકાયું બાળક, બસચાલકની સમયસૂચકતાથી આબાદ બચાવ, CCTV વીડિયો વાયરલ!

ભાઈબીજના પાવન દિવસે માતાજીના દર્શન કરવા માટે ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢ પહોંચ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઊઠ્યું હતું. મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તોએ પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. માતાજીનાં દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple Ambaji Shaktipeeth Bhai Beej 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ