ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કાપડ સ્ટોર, રેસ્ટોરન્ટ સહિત 12 ફૂડ સ્ટોલમાં આગ લાગતા નડિયાદમાં અફરાતફરી, 7 ફાયર ફાઈટર ઘટનાસ્થળે
Last Updated: 04:09 PM, 10 November 2026
ADVERTISEMENT
નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ શહેરના કોલેજ રોડ વિસ્તારમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સંકેત ઇન્ડિયા સામે આવેલા એક રેસ્ટોરન્ટ, કપડાના સ્ટોર સહિત અંદાજે 12 જેટલા ફૂડ સ્ટોલ આગની ઝપેટમાં આવી જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની સાત ફાયર ફાઇટર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નડિયાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાયોનું ધણ દોડાવવાથી લઇને પ્રાયશ્ચિતની પરંપરા, જે આજેય ગુજરાતના ગામડાંઓમાં સંસ્કૃતિને રાખે છે જીવંત
હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ તેમજ નુકસાન અને જાનહાનિ અંગેની વિગતો હજુ સામે આવી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.