ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:25 AM, 10 November 2026
ADVERTISEMENT
દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ દિવસેને દિવસે ચિંતાજનક બની રહી છે. દિવાળીના તહેવાર બાદ રાજધાનીની હવામાં પ્રદૂષણનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો માટે ખુલ્લામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, મંગળવાર, 10 નવેમ્બર 2026ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં દિલ્હીના અનેક વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 300ને પાર પહોંચી ગયો હતો. સૌથી ખરાબ સ્થિતિ ચાંદની ચોકમાં જોવા મળી હતી, જ્યાં AQI 400 નોંધાયો હતો. જ્યારે પુસામાં પણ AQI 398 સુધી પહોંચી જતાં પ્રદૂષણની ગંભીરતા સામે આવી છે.
ADVERTISEMENT

CPCBના આંકડા અનુસાર, રાજધાનીના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ રહી હતી. કોમનવેલ્થ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં AQI 380, NSUT જાફરપુરમાં 384, તાલકટોરા ગાર્ડનમાં 373, મથુરા રોડ પર 372 અને સિરી ફોર્ટમાં 375 નોંધાયો હતો. આ ઉપરાંત આયા નગરમાં AQI 360, બુરારી ક્રોસિંગમાં 364 અને IIT દિલ્હીમાં 361 નોંધાયો હતો. આ આંકડા દર્શાવે છે કે દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સતત ઊંચું છે અને લોકોને પ્રદૂષિત હવામાં રહેવાની ફરજ પડી રહી છે.
ADVERTISEMENT
રાજધાનીના અન્ય વિસ્તારોમાં પણ સ્થિતિ કંઈ અલગ નથી. શાદીપુરમાં AQI 325, લોધી રોડ પર 324, બુરાડીમાં 315, ઝરોડા કલાનમાં 320, મંદિર માર્ગ પર 307 અને બાવાનામાં 328 નોંધાયો હતો. બીજી તરફ, ટિકરી કલાનમાં AQI 296 અને વસુંધરા એન્ક્લેવમાં 295 નોંધાયો હતો. CPCBના માપદંડ મુજબ, AQI 301થી 400 વચ્ચે હોય તો હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં ગણાય છે. જ્યારે AQI 401થી 500 વચ્ચે પહોંચે ત્યારે તેને 'ગંભીર' શ્રેણીમાં મૂકવામાં આવે છે. એટલે કે ચાંદની ચોકમાં નોંધાયેલો 400નો આંકડો પણ ગંભીર સ્થિતિની નજીક છે. દિલ્હીના મોટાભાગના મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ હતી.
ADVERTISEMENT
દિવાળી દરમિયાન ફેલાયેલા પ્રદૂષણની અસર પણ હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. આંકડા મુજબ, દિવાળીના દિવસે દિલ્હીમાં PM2.5ની સરેરાશ સાંદ્રતા પ્રતિ ઘન મીટર 257 માઇક્રોગ્રામ નોંધાઈ હતી. આ આંકડો રાષ્ટ્રીય 24 કલાકના ધોરણ 60 માઇક્રોગ્રામ કરતાં ચાર ગણાથી પણ વધુ છે. એટલું જ નહીં, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા નક્કી કરવામાં આવેલી 24 કલાકની માર્ગદર્શિકા 15 માઇક્રોગ્રામની સરખામણીમાં આ પ્રમાણ 17 ગણાથી વધુ છે. PM2.5ના સૂક્ષ્મ કણો શ્વાસ દ્વારા ફેફસાં સુધી પહોંચીને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આથી દિલ્હીમાં વધતું પ્રદૂષણ લોકો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે.
ADVERTISEMENT
પ્રદૂષિત હવાની સૌથી વધુ અસર બાળકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. ઘણા બાળકોને સતત ઉધરસ આવવી અને શ્વાસ લેવામાં તકલીફ થવા જેવી સમસ્યાઓ થઈ રહી છે. હોસ્પિટલોના આઉટપેશન્ટ વિભાગોમાં ફેફસાના ચેપથી પીડાતા બાળકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી છે. ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો, અસ્થમા, COPD અને હૃદયરોગથી પીડાતા લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : છઠ પૂજાએ અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ ટ્રેન, જાણો ટાઈમિંગ અને રૂટ!
નિષ્ણાતોની સલાહ મુજબ, પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય ત્યારે બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો કોઈ જરૂરી કામ માટે બહાર જવું પડે તો સારી રીતે ફિટ થતો N95 માસ્ક પહેરવો જોઈએ. અસ્થમા અને અન્ય શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોએ પોતાની પ્રિસ્ક્રિપ્શન દવાઓ અને ઇન્હેલર નિયમિત રીતે લેવાનું ચાલુ રાખવું જોઈએ. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને પ્રદૂષિત હવાથી બચાવવા માટે વધારાની કાળજી રાખવી જરૂરી છે. દિલ્હીની હવાની આ સ્થિતિએ ફરી એકવાર વાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યા સામે લાવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો