ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:44 PM, 9 November 2026
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસમાં ભારતે બંને પક્ષોનો સંપર્ક કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી, ત્યારબાદ વિદેશ પ્રધાન એસ. જયશંકરે રશિયન વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવનો સંપર્ક કર્યો હતો. આ વાતચીત અમેરિકાની મધ્યસ્થી હેઠળ અબુ ધાબીમાં 10-11 નવેમ્બરે યોજાનારી રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો પહેલા થઈ છે.
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે, ભારતે બંને પક્ષો સાથે રાજદ્વારી સંપર્કો વધુ તેજ બનાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી, જ્યારે ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમના રશિયન સમકક્ષ સેરગેઈ લાવરોવનો સંપર્ક કર્યો હતો. ભારત દ્વારા આ રાજદ્વારી પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે રશિયા, યુક્રેન અને અમેરીકાના પ્રતિનિધિઓ યુદ્ધને સમાપ્ત કરવાનો માર્ગ શોધવા માટે અબુ ધાબીમાં વાતચીત કરવાના છે.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે સોમવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લાવરોવ સાથેની તેમની વાતચીતની માહિતી શેર કરી હતી. તેમણે લખ્યું, "મેં આજે સાંજે રશિયન વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવ સાથે વાત કરી. અમારી ચર્ચા યુક્રેન સંઘર્ષ અને ચાલુ રાજદ્વારી પહેલ પર કેન્દ્રિત હતી."
ADVERTISEMENT
જયશંકર અને લાવરોવ વચ્ચેની વાતચીતની વિગતો સામે આવી નથી, પરંતુ બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચેનો સંવાદ અબુ ધાબીમાં એક મહત્વપૂર્ણ બેઠક પહેલા આવ્યો છે.
પીએમ મોદીએ ઝેલેન્સકીને શું કહ્યું?
ADVERTISEMENT
અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અનુસાર, વાતચીત દરમિયાન મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તરફના પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો.
આ પણ વાંચોઃ બંગાળ / બળાત્કાર અને ખંડણીના કેસમાં ફરાર ધારાસભ્ય ઝડપાયાં, પોલીસે એરપોર્ટ પરથી ધરપકડ કરી
ADVERTISEMENT
ભારતના માનવ કેન્દ્રિત અભિગમનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ સંઘર્ષનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી દ્વારા થવો જોઈએ. તેમણે યુદ્ધના માનવતાવાદી પાસાઓ અને શાંતિ પ્રયાસો પર ઝેલેન્સકીના વિચાર પણ સાંભળ્યા.
વાતચીત પછી પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે ઝેલેન્સકી સાથેની તેમની વાતચીત ઉપયોગી રહી. બંને નેતાઓએ ભારત અને યુક્રેન વચ્ચે વ્યાપક દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી અને તેને વધુ મજબૂત બનાવવા સંમત થયા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ