ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમેરિકામાં 17 કરોડની પોન્ઝી સ્કીમ ચલાવનાર ગુજરાતી મૂળના કેવિન પટેલ વિરૂદ્ધ કેસ
Last Updated: 05:17 PM, 9 November 2026
ADVERTISEMENT
અમેરિકામાં ગુજરાતી મૂળના એક શખ્સ સામે આશરે ૧૭ કરોડ રૂપિયાની પોન્ઝી સ્કીમ ચલાવી રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ન્યૂ હેમ્પશાયરમાં ફેડરલ ગ્રાન્ડ જ્યૂરીએ કેવિન પટેલ સામે વાયર ફ્રોડના ત્રણ ગુના હેઠળ આરોપનામું દાખલ કર્યું છે. કેવિન પટેલ રોયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એલએલસી નામની કંપનીનો સ્થાપક અને સંચાલક હતો. તેણે અમેરિકાના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકોને શેરબજારમાં નાણાં રોકવાની અને વાર્ષિક ૧૨થી ૧૬ ટકા સુધી વળતર આપવાની લાલચ આપી હતી.
ADVERTISEMENT
અમેરિકાની જિલ્લા અદાલતમાં ૪ નવેમ્બરે દાખલ કરવામાં આવેલા આરોપનામા મુજબ પટેલે ૨૦૧૮માં કંપનીની સ્થાપના કરી હતી અને તેને ધ કંપની ઓફ વેલ્થ એન્ડ ટ્રસ્ટ તરીકે રજૂ કરી હતી. રોકાણકારોને દર ત્રણ મહિને વ્યાજની ચુકવણી અને રોકાણની નિર્ધારિત મુદત પૂરી થયા બાદ મૂળ રકમ પરત આપવાની ખાતરી આપવામાં આવતી હતી. સાથે જ રોકાણમાં નુકસાન નહીં થાય તેવી ખાતરી પણ અપાતી હતી.
જોકે ફરિયાદીઓનો આરોપ છે કે કંપનીએ રોકાણકારો પાસેથી મેળવેલા મોટાભાગનાં નાણાં શેરબજારમાં રોક્યાં જ નહોતાં. તેના બદલે આ રકમનો ઉપયોગ કેવિન પટેલના અંગત ખર્ચ, પરિવારના સભ્યોને ચુકવણી અને અગાઉનાં રોકાણકારોને નાણાં પરત આપવા માટે કરવામાં આવ્યો હતો. આ રીતે નવા રોકાણકારો પાસેથી મળતાં નાણાં વડે જૂના રોકાણકારોને ચુકવણી થતી હતી.
ADVERTISEMENT
આ કથિત ગેરરીતિ ફેબ્રુઆરી ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૬ સુધી ચાલી હતી. ૨૦૨૪ના અંત સુધીમાં પટેલ પાસે નાણાં ખૂટી પડતાં વ્યાજ અને મૂળ રકમની ચુકવણી બંધ થઈ ગઈ હતી. પરિણામે રોકાણકારોને લાખો ડોલરનું નુકસાન થયું હોવાનો આરોપ છે.
આ પણ વાંચોઃ RTOમાં ઘટ્યો અરજદારોનો વેઈટિંગ પિરિયડ, જાણો કેમ?
ADVERTISEMENT
પહેલાં પણ તપાસ થઈ હતી
ન્યૂ હેમ્પશાયરના સિક્યોરિટીઝ નિયામકોએ ડિસેમ્બર૨૦૨૫માં આ કંપની સામે કાર્યવાહી શરૂ કરી હતી. કંપની જરૂરી લાઇસન્સ વિના કામ કરતી હતી અને ચાર રોકાણકારો સાથે આશરે ૩.૨૪ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ કેસમાં રોકાણકારોને વળતર, દંડ અને સિક્યોરિટીઝ સંબંધિત પ્રવૃત્તિઓ પર કાયમી પ્રતિબંધની માગ કરવામાં આવી હતી. હાલ ફેડરલ કેસમાં કેવિન પટેલ સામેના આરોપો કોર્ટમાં સાબિત થવાના બાકી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો