ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'લગ્ન કેમ નથી કરાવતો' મહીસાગરમાં નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા, લાશ નદીમાં ફેંકી દીધી
Last Updated: 03:56 PM, 8 November 2026
ADVERTISEMENT
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી કયાર ગામે લગ્ન બાબતના વિવાદમાં નાના ભાઈએ મોટા ભાઈ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની દર્દનાક હત્યા કરી દીધી છે. દિવાળીના તહેવાર દરમિયાન બંને ભાઈઓ વચ્ચે "મારા લગ્ન કેમ નથી કરાવી આપતા?" તે બાબતને લઈને ઉગ્ર બોલાચાલી અને વિવાદ થયો હતો.
ADVERTISEMENT
નાના ભાઈએ મોટા ભાઈ પર કર્યો ઘાતક હુમલો
લગ્નની બાબતમાં આવેશમાં આવી ગયેલા નાના ભાઈએ પોતાના સગા મોટા ભાઈ પર ઘાતક હુમલો કર્યો હતો, જેના કારણે મોટા ભાઈનું મોત નીપજ્યું હતું. દિવાળીના પર્વ પર જ બનેલી આ ઘટનાથી સમગ્ર મોટી કયાર ગામ અને પંથકમાં ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નાસીરનગર ડિમોલિશન બાદ આવાસ ફાળવણીથી પાલિકાનો ઇનકાર, ઘર તૂટ્યા બાદ દેખાયા નિયમ!
આરોપીની ધરપકડ
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી નાના ભાઈની ધરપકડ કરી લીધી છે અને આ મામલે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
દુકાનેથી ઘેર આવતાં કર્યો હુમલો
ADVERTISEMENT
દુકાનેથી વિનોદ તાવીયાડ અને તેમની સાથે દુકાન ઉપર કામ કરતા એક વ્યક્તિ સાથે પરત ઘરે આવતા હતા ત્યારે નાના ભાઈએ હુમલો કર્યો. ચેતન તાવિયાડ નામના આરોપીએ હુમલો કરી અને વિનોદના માથાના ભાગે ઈજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે. વિનોદભાઈના મૃતદેહ બાજુમાં આવેલ નદીમાંથી મળી આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો