ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / મહુડી મંદિરમાં કાળી ચૌદશનો મહાહવન, ઘંટાકર્ણ ભગવાન પર સોનાનું વરખ ચઢાવાશે

ગાંધીનગર / મહુડી મંદિરમાં કાળી ચૌદશનો મહાહવન, ઘંટાકર્ણ ભગવાન પર સોનાનું વરખ ચઢાવાશે

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 12:40 PM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના પ્રસિદ્ધ મહુડી યાત્રાધામમાં કાળી ચૌદશ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી. આજે મંદિરમાં વિશેષ હવન યોજાશે અને ઘંટાકર્ણ મહાવીર ભગવાનને સોનાનું વરખ ચઢાવવામાં આવશે.

ADVERTISEMENT

મહુડી: પ્રસિદ્ધ જૈન યાત્રાધામ મહુડી ખાતે આજે કાળી ચૌદશના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ઘંટાકર્ણ મહાવીર ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતાં સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે.

કાળી ચૌદશના પર્વને ધ્યાનમાં રાખીને આજે મહુડી ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે ભગવાનની પ્રક્ષાલવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. કાળી ચૌદશના દિવસે ઘંટાકર્ણ મહાવીર ભગવાનના દર્શનનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ હોવાથી દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે મહુડી પહોંચી રહ્યા છે.

આજે ઘંટાકર્ણ મહાવીર ભગવાનને સોનાનું વરખ ચઢાવવાની વિશેષ ધાર્મિક વિધિ પણ યોજાશે. જ્યારે બપોરે 12:39 કલાકે પવિત્ર હવનનો પ્રારંભ થશે. આ હવનમાં મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ જોડાઈ ભગવાનના આશીર્વાદ મેળવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં હવાની ગુણવત્તા બગડી, ગોતા-ચાણક્યપુરી-સેટેલાઇટમાં AQI 180ને પાર!

કાળી ચૌદશના પાવન અવસરે મહુડીમાં વહેલી સવારથી જ ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયો છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરના દર્શન અને હવનમાં ભાગ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kali Chaudas 2026 Mahudi Temple Mahudi Jain Temple

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ