ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પેટ્રોલ પંપ નજીક Tiwana કંપનીમાં આગ, અનાજનો મોટો જથ્થો બળીને ખાખ!

VIDEO / પેટ્રોલ પંપ નજીક Tiwana કંપનીમાં આગ, અનાજનો મોટો જથ્થો બળીને ખાખ!

Published By: Vishal Khamar
Reported By: Sohil Gohel

Last Updated: 10:32 AM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર આવેલી પશુઆહાર બનાવતી Tiwana કંપનીમાં ભીષણ આગ લાગી. પાંચ ફાયર ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી.

ADVERTISEMENT

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા રોડ પર આવેલી પશુઆહાર બનાવતી Tiwana કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપની બાજુમાં આવેલી કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક વિગતો મુજબ, કંપની પતરાના શેડમાં કાર્યરત હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર શેડમાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગની લપેટમાં આવતા કંપનીમાં સંગ્રહિત વિવિધ પ્રકારના અનાજનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બાવળા, ધોળકા, સાણંદ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી કુલ પાંચ ફાયર ટીમોને આગ પર કાબૂ મેળવવા માટે કામે લગાડવામાં આવી હતી.

ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલ પંપની નજીક કંપનીમાં આગ લાગવાની ઘટના હોવાથી આગ વધુ ન પ્રસરે તે માટે પણ તકેદારી રાખવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 'તમે સુપર પાવર નથી' હાઈકોર્ટે અમદાવાદ કલેક્ટરને પગારમાંથી 1 લાખ ચુકવવાનો ઓર્ડર કર્યો, શું મામલો?

આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનનો અંદાજ તપાસ બાદ જ સામે આવશે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે દોડધામ જોવા મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bavla Fire Bagodara Road Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ