ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / નિતેશ તિવારીની 'રામાયણ'માં મોટો ફેરફાર, ફિલ્મમાંથી કપાયા આ અભિનેતાના દ્રશ્યો
6 ફોટો ગેલેરી
Last Updated: 06:19 PM, 7 November 2026
1/6
નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી અત્યંત ચર્ચિત ફિલ્મ 'રામાયણ'માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મમાં અયોધ્યાના મંત્રી અને પ્રધાની ભૂમિકા એટલે કે સુમંતનું પાત્ર ભજવનાર અભિનેતા સત્યેન ચતુર્વેદીના દ્રશ્યો ફિલ્મના અંતિમ ભાગમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. જોકે, આ બાબતે દુઃખ વ્યક્ત કરવાને બદલે અભિનેતાએ આ ભવ્ય પ્રોજેક્ટનો હિસ્સો બનવા બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો છે.
2/6
અભિનેતા સત્યેન ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વાતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મમાં તેમનો જે ભાગ હતો, તેને હવે હટાવા આવ્યો છે. આમ છતાં, આ મહાકાવ્ય આધારિત પાત્ર માટે તેમની પસંદગી થવા અને આટલા મોટા પાયે તૈયાર થયેલા પ્રોજેક્ટ સાથે જોડાવાનો મોરકો મળવા બદલ તેમણે ખુશી વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
3/6
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં સત્યેન ચતુર્વેદીએ ભાવુક થઈને લખ્યું, 'એક અભિનેતા જે પણ દ્રશ્યોનું શૂટિંગ કરે છે, તે જરૂરી નથી કે તે તમામ અંતિમ ફિલ્મમાં નજરે પડે; આ આપણા અભિનય પ્રવાસનો જ એક હિસ્સો છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત અને નમિત મલ્હોત્રાની ફિલ્મ 'રામાયણ'માં સુમંતના રૂપમાં મારા હિસ્સાના દ્રશ્યોને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યા છે.' તેમણે આ વિશેષ ભૂમિકા માટે પોતાની પસંદગી કરવા બદલ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ભલે તેમના દ્રશ્યો મોટા પડદા પર જોવા નહીં મળે, પરંતુ આ સફર દરમિયાન મળેલી યાદો અને અનુભવો હંમેશાં તેમની સાથે રહેશે.
4/6
અભિનેતાએ આગળ લખ્યું, 'એવું બની શકે કે મારા દ્રશ્યો પડદા પર ન આવે, પરંતુ સુંદર યાદો અને અનુભવ કાયમ માટે અકબંધ રહેશે. આ અદભુત પ્રવાસનો હિસ્સો બનવા બદલ હું અત્યંત કૃતજ્ઞ છું.' જોકે, સત્યેન ચતુર્વેદીએ એ વાતની પુષ્ટિ તો કરી દીધી છે કે તેમના દ્રશ્યો કાઢી નાખવામાં આવ્યા છે, પરંતુ આવું કેમ કરવામાં આવ્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફિલ્મ નિર્માતાઓ તરફથી આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
ADVERTISEMENT
5/6
6/6
આ દરમિયાન 'રામાયણ'ની ભારતભરમાં થતી નેટ કમાણીમાં બીજા દિવસે 25.9 ટકાનો ઘટાડો નોંધાયો છે. ફિલ્મે શુક્રવારે 48.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે રિલીઝના પહેલા દિવસે તેણે 64.85 કરોડ રૂપિયાનો ધંધો કર્યો હતો. આટલા ઘટાડા છતાં પણ ફિલ્મે માત્ર 2 દિવસની અંદર ભારતીય બજારમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, જેના કારણે તેની કુલ નેટ કમાણી વધીને 112.90 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ