ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીરથી શેરડી પકવતા ખેડૂતોમાં જોવા મળી ખુશીની લહેર, જાણો કેમ?

ગુજરાત / ગીરથી શેરડી પકવતા ખેડૂતોમાં જોવા મળી ખુશીની લહેર, જાણો કેમ?

Published By: Nidhi Panchal

Last Updated: 02:43 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના શેરડી પકવતા ખેડૂતો માટે લાંબા સમયની રાહનો અંત આવવાનો છે. કોડીનારની બિલેશ્વર સુગર મિલ ફરી શરૂ થવા જઈ રહી છે અને આ વખતે ખેડૂતોને શેરડીના પ્રતિ ટન રૂ. 3300 ભાવ મળવાની જાહેરાતથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.

ADVERTISEMENT

એક તરફ ખેતીમાં વધતા ખર્ચ અને ઓછા વરસાદને કારણે ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગીર સોમનાથના શેરડી પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કોડીનારની બિલેશ્વર સુગર મિલ ફરી શરૂ થવા જઈ રહી છે. આગામી 14 નવેમ્બરથી મિલમાં શેરડીનું પીલાણ શરૂ કરવામાં આવશે. ખાંડ ઉદ્યોગ ફરી ધમધમવાની તૈયારીમાં હોવાથી શેરડીનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

GIR-Somnath

આ વખતે ખેડૂતો માટે સૌથી મોટી ખુશીની વાત શેરડીના ભાવને લઈને છે. IPL (ઇન્ડિયન પોટાશ લિમિટેડ) દ્વારા આ વર્ષે ખેડૂતોને શેરડીના પ્રતિ ટન રૂ. 3300 ચૂકવવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને પ્રતિ ટન રૂ. 300 વધુ મળશે. ગત વર્ષે શેરડીનો ભાવ ઓછો મળતો હોવાથી ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વખતે ભાવમાં થયેલા વધારાથી ખેડૂતોને ખેતીના ખર્ચ સામે થોડી રાહત મળવાની આશા છે.

સુગર મિલ માત્ર 45 દિવસ સુધી જ કાર્યરત રહી

ગત વર્ષે બિલેશ્વર સુગર મિલ માત્ર 45 દિવસ સુધી જ કાર્યરત રહી હતી, જેના કારણે શેરડી પકવતા ખેડૂતોને મુશ્કેલી પડી હતી. જોકે, આ વર્ષે મિલ લાંબા સમય સુધી ચાલુ રહેવાની શક્યતા છે. અંદાજ મુજબ આ વર્ષે મિલ 100થી 120 દિવસ સુધી કાર્યરત રહી શકે છે. મિલમાં દરરોજ 2700થી 2800 મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરવાની ક્ષમતા છે. જ્યારે સમગ્ર સીઝન દરમિયાન કુલ 3 લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

11 હજારથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

મહત્વની વાત એ છે કે શેરડીના વેચાણ માટે અત્યાર સુધીમાં 11 હજારથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે, જે ખેડૂતોએ કોઈ કારણસર રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેમને પણ નિરાશ થવાની જરૂર નથી. IPL કંપની દ્વારા રજિસ્ટ્રેશન ન કરાવનારા ખેડૂતોની શેરડી પણ ખરીદવામાં આવશે. આ નિર્ણયથી વધુ ખેડૂતોને પોતાની શેરડી વેચવાની તક મળશે અને તેમને બજાર શોધવાની મુશ્કેલીમાંથી રાહત મળી શકશે.

એક મહત્વની બાબત શેરડીના નાણાંની ચૂકવણીને લઈને

ખેડૂતો માટે બીજી એક મહત્વની બાબત શેરડીના નાણાંની ચૂકવણીને લઈને છે. IPL કંપની દ્વારા શેરડીની ખરીદી કર્યા બાદ 14 દિવસની અંદર ખેડૂતોના બેંક ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે. એટલે કે ખેડૂતોને પોતાની શેરડીના વેચાણ બાદ નાણાં માટે લાંબી રાહ જોવી નહીં પડે. સમયસર ચુકવણી થવાથી આગામી ખેતી અને ઘરખર્ચનું આયોજન કરવામાં પણ સરળતા રહેશે.

ગીર પંથકના ખેડૂતો સામે પિયતની સમસ્યા પણ ઊભી થઈ

જોકે, આ વર્ષે ઓછા વરસાદને કારણે ગીર પંથકના ખેડૂતો સામે પિયતની સમસ્યા પણ ઊભી થઈ છે. શેરડીના પાકને પૂરતું પાણી મળી રહે તે માટે ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા અપીલ કરવામાં આવી છે. IPL કંપની દ્વારા ટપક સિંચાઈ અપનાવતા ખેડૂતોને સબસિડી પણ આપવામાં આવશે. જેથી ખેડૂતો ઓછા પાણીમાં વધુ સારી રીતે પાકનું ઉત્પાદન કરી શકે.

આ પણ વાંચો : કેન્સરનો ભયાનક કહેર! પાંચ વર્ષમાં 3.76 લાખ કેસ નોંધાયા, 2.07 લાખ લોકોનાં મોત

આમ, 14 નવેમ્બરથી બિલેશ્વર સુગર મિલમાં શેરડીનું પીલાણ શરૂ થવાથી ગીર સોમનાથના શેરડી પકવતા ખેડૂતોને નવી આશા મળી છે. પ્રતિ ટન રૂ. 3300નો ભાવ, 3 લાખ મેટ્રિક ટન પીલાણનો લક્ષ્યાંક, રજિસ્ટ્રેશન વગરના ખેડૂતોની શેરડીની ખરીદી અને 14 દિવસમાં ચુકવણી જેવા નિર્ણયોથી આ વર્ષની સીઝન ખેડૂતો માટે મહત્વની બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sugarcane Price Gujarat Kodinar Sugar Mill Bil eshwar Sugar Mill

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ