ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતનો રત્નકલાકાર રશિયામાં લાપતા, રશિયન સેનામાં જોડાયા બાદ સાડા ચાર મહિનાથી સંપર્ક વિહોણો

ગુજરાત / સુરતનો રત્નકલાકાર રશિયામાં લાપતા, રશિયન સેનામાં જોડાયા બાદ સાડા ચાર મહિનાથી સંપર્ક વિહોણો

Published By: Nidhi Panchal

Last Updated: 02:14 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના હીરા ઉદ્યોગમાં મંદી અને ઘટતા પગારથી પરેશાન થઈ પરિવારનું ગુજરાન ચલાવવા રશિયા ગયેલા રત્નકલાકારની મુશ્કેલી વધી છે. નોકરીની શોધમાં મોસ્કો પહોંચેલા 40 વર્ષીય રમણીક સખવાળા રશિયન સેનામાં જોડાયા બાદ છેલ્લા સાડા ચાર મહિનાથી લાપતા છે.

ADVERTISEMENT

રશિયા-યુક્રેન યુદ્ધની અસરના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં મંદી અને આર્થિક મુશ્કેલીઓ વધતાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે જૂન-૨૦૨૫માં રમણીક સખવાળા નોકરીની શોધમાં મોસ્કો ગયો હતો, જોકે નોકરીની શોધમાં વિદેશ ગયેલો આ રત્નકલાકાર હવે છેલ્લા સાડા ચાર મહિનાથી રશિયામાં લાપતા છે. પરિવારના જણાવ્યા અનુસાર રશિયન પોલીસે તેને પકડી લીધો હતો અને તેની સામે બે વિકલ્પ મૂક્યા હતા - ક્યાં તો છ મહિના સુધી રશિયન સેનામાં કામ કરવું અથવા જેલમાં જવું. આખરે રમણીકે સેનામાં જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરિવારનો દાવો છે કે છેલ્લી વખત ૨૪ જૂન, ૨૦૨૬ના રોજ તેની સાથે વાત થઈ ત્યારે તેણે રશિયન સૈનિકોને મોરચા પર ખાદ્યસામગ્રી પહોંચાડવાની કામગીરી કરતો હોવાનું જણાવ્યું હતું.

missing

રમણીકનો નજીકનો મિત્ર પંકજ જિવાણી પણ હીરા ઘસવાનો વ્યવસાય કરતો હતો. તેને રશિયામાં નોકરી મળી જતાં રમણીકે પણ ત્યાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું. બંને મિત્રો ૧૩ જૂન, ૨૦૨૫ના રોજ મોસ્કો પહોંચ્યા હતા અને એક રૂમ ભાડે રાખીને એક મહિનાથી વધુ સમય સાથે રહ્યા હતા. રમણીકને પણ મોસ્કોના એક મોલમાં નોકરી મળી ગઈ હતી. જોકે પરિવારના જણાવ્યા અનુસાર આ વર્ષે માર્ચ મહિનામાં પરિસ્થિતિ વણસી હતી. ૪૦ વર્ષીય રમણીકની મોલની નોકરી છૂટી ગઈ હતી. ત્યાર બાદ એપ્રિલના મધ્યમાં એક દિવસ નોકરીની શોધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રશિયન પોલીસે તેની અટકાયત કરી હતી.

પોલીસ દ્વારા તેને બે વિકલ્પ આપવામાં આવ્યા

રમણીકનાં પત્ની શીતલે જણાવ્યું છે કે પોલીસ દ્વારા તેને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. છ મહિના માટે રશિયન સેનામાં કામ કરવું અથવા જેલમાં જવું. આખરે રમણીકે સેનામાં કામ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. શીતલના જણાવ્યા અનુસાર ૨૪ જૂને રમણીક સાથે થયેલી છેલ્લી વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે તે રશિયન સૈનિકોને મોરચા પર ખાદ્યસામગ્રી પહોંચાડતી સહાયક ટીમના સભ્ય તરીકે કામ કરી રહ્યો છે. તેણે ટીમના કમાન્ડરનું નામ અર્જુન હોવાનું જણાવ્યું હતું, જે શ્રીલંકાનો નાગરિક છે. રમણીકે અર્જુનનો મોબાઈલ નંબર પણ શીતલને આપ્યો હતો, સાથે જ પોતે આગામી ૧૫થી ૨૦ દિવસ સુધી નેટવર્કની બહાર રહેવાની શક્યતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે પછી અર્જુને શીતલના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. શીતલના જણાવ્યા અનુસાર છેલ્લી વખત વાત થઈ ત્યારે અર્જુને રમણીકને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું, જોકે છેલ્લા ચાર મહિના કરતાં વધુ સમયથી અર્જુનનો પણ કોઈ સંપર્ક થયો નથી. આ સ્થિતિના કારણે પરિવાર ચિંતામાં મુકાયો છે.

રશિયન સેનામાં ભારતીયોની ભરતી અંગે અગાઉ પણ ચેતવણી

ફેબ્રુઆરી-૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી અનેક મીડિયા અહેવાલોમાં વિદેશી નાગરિકો, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે, તેમને લાલચ આપી અથવા છેતરીને યુદ્ધમાં ભાગ લેવા માટે ભરતી કરાયાના કિસ્સાઓ સામે આવ્યા છે. આ વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના અનુમાન મુજબ ૨૫૯ ભારતીય નાગરિકોની રશિયન સશસ્ત્રદળોમાં ભરતી કરવામાં આવી હતી, જેમાંથી ૧૩૯ નાગરિકો આખરે ભારત પરત ફર્યા હતા. સપ્ટેમ્બરના અંતમાં પણ વિદેશ મંત્રાલયે વિદેશમાં નોકરીની તકો શોધતા ભારતીયોને સાવચેત રહેવાની સલાહ આપી હતી. ખાસ કરીને અજાણી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવતી નોકરીની ઓફરથી લલચાઈ ન જવા અને નોકરી આપનારની વિશ્વસનીયતા ચકાસ્યા વિના વિદેશ ન જવા અપીલ કરી હતી.

રમણિકનો વિઝા અસલી હોવાનું જાણવા મળ્યું

શીતલે જણાવ્યું હતું કે, પોલીસને રમણિકનો વિઝા અસલી હોવાનું જાણવા મળ્યું હતું. રમણિક લાપતા થયો તે પહેલાં તેણે પુત્રના શિક્ષણ માટે રૂ. ૫૦ હજાર મોકલ્યા હતા. શરૂઆતમાં રમણિકની વાતચીત જે અર્જુન સાથે થઈ હતી, તેણે પણ શીતલને રમણિક સુરક્ષિત હોવાની ખાતરી આપી હતી. પરંતુ થોડા સમય બાદ અર્જુને ફોન કરવાનું બંધ કરી દીધું હતું. છેલ્લી વાતચીતમાં અર્જુને રમણિકને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારથી ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોઈ સંપર્ક થયો નથી

ભારતીય અને રશિયન સત્તાવાળાઓનો સંપર્ક, છતાં જવાબ નહીં

પરિવારે રમણિકને શોધવા માટે ભારતીય અને રશિયન બંને સત્તાવાળાઓનો સંપર્ક કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર જવાબ મળ્યો નથી. શીતલે જણાવ્યું છે કે પરિવારે મુંબઈમાં રશિયન કોન્સ્યુલેટ જનરલ, મોસ્કોમાં ભારતીય દૂતાવાસ, દિલ્હીમાં વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયને ઈ-મેઈલ કરીને રમણિકને શોધવામાં મદદ કરવા વિનંતી કરી છે. જોકે, હજુ સુધી કોઈ તરફથી જવાબ મળ્યો નથી. પરિવારને આશા છે કે રમણિકનો પત્તો જલદી મળી આવશે.

હીરા ઉદ્યોગની મંદીએ પરિવારને વિદેશ જવા મજબૂર કર્યો

વિશ્વના ૯૦ ટકાથી વધુ કાચા હીરા સુરતમાંથી પસાર થાય છે. સુરત વિશ્વનું સૌથી મોટું હીરા કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે હીરા ઉદ્યોગની સપ્લાય ચેઈન પર પડેલી અસરની સૌથી વધુ માર નાના એકમોને પડી હતી. રમણિક પણ આવા જ એક એકમમાં કામ કરતો હતો. તેના પરિવારના જણાવ્યા અનુસાર, કંપનીએ તેનો રૂ. ૩૫ હજારનો પગાર અડધાથી પણ વધુ ઘટાડી દીધો હતો. રમણિકની પત્ની શીતલ અને ૧૬ વર્ષનો પુત્ર હેમિલ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બે માળના મકાનમાં રહે છે. રમણિકના પિતા કાળુભાઈ હજુ પણ અમરેલીમાં રહે છે.

પુત્રની શાળાની ફી ભરવા માટે કપડાં સીવવાનું કામ શરૂ

પરિવારની આવકનો કોઈ કાયમી સ્ત્રોત ન રહેતાં શીતલે ઘરનું ગુજરાન ચલાવવા અને પુત્રની શાળાની ફી ભરવા માટે કપડાં સીવવાનું કામ શરૂ કર્યું છે. રમણિકનો નાનો ભાઈ મહેશ પણ આ જ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. તેણે જણાવ્યું હતું કે, તેના મોટા ભાઈએ સુરતમાં ધોરણ-૧૨ સુધી અભ્યાસ કર્યો હતો અને હીરા ઉદ્યોગમાં ૧૮ વર્ષ સુધી કામ કર્યું હતું. અગાઉ તેને સારો પગાર મળતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં મંદી આવતાં તેની કંપનીએ પગાર ઘટાડીને રૂ. ૧૫ હજાર કરી દીધો હતો. પરિવારના ભવિષ્યની ચિંતાને કારણે જ રમણિકે વિદેશ જઈને આર્થિક સ્થિતિ સુધારવાનો નિર્ણય કર્યો હતો.

મહેશે વધુમાં જણાવ્યું હતું

મહેશે વધુમાં જણાવ્યું હતું કે, રમણિકે શરૂઆતમાં રશિયામાં હીરા ઉદ્યોગમાં નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રશિયા હીરાના ઉત્પાદનના જથ્થા અને મૂલ્યની દૃષ્ટિએ વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દેશોમાંનો એક છે. જોકે, ત્યાં કોઈ ઓળખાણ કે ભલામણ ન હોવાથી તેને નોકરી મળી શકી નહોતી. આખરે તેણે એક મોલના સ્ટોરકીપિંગ વિભાગમાં કામ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો : દિવાળીમાં ગીર ફરવા જવાનું પ્લાનિંગ કરતા પ્રવાસીઓ સાવધાન! સિંહદર્શનની લાલચ આપતાં તત્ત્વોથી દૂર રહેવા વન વિભાગની ચેતવણી

મિત્ર પંકજ પણ રશિયા ગયો હતો, હવે ઈન્ડોનેશિયામાં

રમણિક સાથે રશિયા ગયેલા તેના મિત્ર પંકજ જિવાણીએ જણાવ્યું હતું કે, બંને મિત્રો મોસ્કોમાં દોઢ મહિના સુધી સાથે રહ્યા હતા. રશિયામાં ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે બંને ત્યાં ગયા હતા, પરંતુ ત્યાંનું હવામાન માફક ન આવતાં તેને ભારત પરત ફરવાની ફરજ પડી હતી. હાલમાં ઈન્ડોનેશિયામાં રહેતા પંકજે જણાવ્યું હતું કે, જૂન ૨૦૨૬ના પ્રથમ સપ્તાહમાં તેની રમણિક સાથે છેલ્લી વખત વાત થઈ હતી. રમણિકે તેને પોતે રશિયન સેનામાં જોડાયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પંકજે અનેક વખત તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો ફોન સતત બંધ આવતો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Missing in Russia Surat Diamond Worker Missing Russia Ukraine War

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ