ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળીની ખરીદી વચ્ચે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરી, સિંધુ ભવનથી બોપલ-આંબલી રોડ સુધી
Last Updated: 12:35 PM, 7 November 2026
ADVERTISEMENT
દિવાળીના તહેવારોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને અમદાવાદના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિંધુ ભવન રોડ, સાયન્સ સિટી રોડ અને બોપલ-આંબલી રોડ પર રસ્તાની બાજુમાં જ તહેવારી બજારો ઊભાં થતાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. કપડાં, લાઈટિંગ, હોમ ડેકોરેશન અને પૂજા-સામગ્રીનાં વેચાણ માટે વેપારીઓએ ગાડીમાં દુકાનો શરૂ કરી દીધી છે. બીજી તરફ, ખરીદી માટે આવતા ગ્રાહકોનાં વાહનો રસ્તાની સાઈડમાં આડેધડ પાર્ક થતાં વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે.
ADVERTISEMENT

સિંધુ ભવન અને સાયન્સ સિટી જેવા ૪થી ૬ લેનના પહોળા માર્ગો પર સાંજના સમયે રોડની બાજુમાં વેપારીઓ પોતાનાં વાહનો ઊભાં રાખીને વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવે છે. તહેવારી ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. ગ્રાહકો પણ વાહનો રસ્તા પર જ પાર્ક કરીને ખરીદી કરતા હોવાથી માર્ગનો મોટો હિસ્સો પાર્કિંગ અને વેચાણ માટે રોકાઈ જાય છે. પરિણામે રસ્તા પર વાહનોની અવરજવર માટે જગ્યા ઘટતાં ટ્રાફિકની ગતિ ધીમી પડી રહી છે.
ADVERTISEMENT
ખાસ કરીને સાંજના પીક અવર્સ દરમિયાન અને શનિ-રવિવારની રજામાં આ માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. રસ્તા પર જ વેચાણની પ્રવૃત્તિ અને ગ્રાહકોનાં વાહનોનાં પાર્કિંગને કારણે રોજિંદા અવરજવર કરતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકો માટે પોતાના ઘર સુધી પહોંચવું પણ મુશ્કેલ બની રહ્યું છે. રાહદારીઓ માટે રસ્તા પર ચાલવું અને રસ્તો ઓળંગવો જોખમી બની રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ST સ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધી..., દિવાળી નિમિત્તે વતન જવા મુસાફરોનું કીડિયારું ઊભરાયું
દિવાળીના દિવસો નજીક આવતાં આ વિસ્તારોમાં ખરીદી માટે લોકોની ભીડ હજુ વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા રોડ પરનાં દબાણો, વાહનોનાં પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય સંચાલન કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ ઊઠી રહી છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.