ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ પોલીસને સલામ! ફાયરબ્રિગેડની રાહ જોયા વગર વસ્ત્રાલમાં પોલીસ કર્મચારીઓ બન્યા ફાયર ફાઇટર
Last Updated: 11:06 AM, 7 November 2026
ADVERTISEMENT
ક્યારેક ફરજ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ જરૂરિયાતના સમયે લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા પણ એટલી જ જરૂરી બને છે. અમદાવાદના વસ્ત્રાલમાં દિવાળીના તહેવાર દરમિયાન પોલીસ કર્મચારીઓએ આવી જ માનવતા અને ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અહીં સૂકા ઘાસના પ્લોટમાં અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈને આસપાસના રહેણાંક વિસ્તારમાં પહોંચે તેવી ભીતિ હતી, પરંતુ પોલીસ જવાનોની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
ADVERTISEMENT

વસ્ત્રાલમાં વેદ મોલ પાછળ સત્સંગ બંગલોઝ નજીક આવેલા કોર્પોરેશનના ગોચર પ્લોટમાં સૂકા ઘાસમાં આગ લાગી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક છોકરાઓ પ્લોટમાં ફટાકડા સળગાવીને ફેંકતા હતા, જેના કારણે સૂકા ઘાસમાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાની શક્યતા વચ્ચે આ ઘટનાએ આસપાસના લોકોમાં ચિંતા ઊભી કરી હતી.
ADVERTISEMENT
પ્લોટમાં સૂકું ઘાસ હોવાથી આગ વધુ ફેલાવાની ભીતિ હતી. જો સમયસર આગ પર કાબૂ મેળવવામાં ન આવ્યો હોત તો આસપાસના રહેણાંક વિસ્તાર માટે પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું. આ દરમિયાન દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વસ્ત્રાલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી ડી-સ્ટાફની ટીમને આગ લાગ્યાની જાણ થઈ હતી.
ADVERTISEMENT
આગની જાણ થતાં જ પોલીસ કર્મચારીઓએ સમય બગાડ્યા વગર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગ વધુ વિકરાળ બને અને રહેણાંક વિસ્તાર સુધી પહોંચે તે પહેલાં જ પોલીસ જવાનોએ તેને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સામાન્ય રીતે આવી સ્થિતિમાં ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવે છે, પરંતુ ફાયરબ્રિગેડની ગાડી આવે તેની રાહ જોયા વગર પોલીસ કર્મચારીઓએ પોતે જ આગ બુઝાવવાનો મોરચો સંભાળી લીધો હતો.
ADVERTISEMENT
પોલીસ જવાનોએ સ્થાનિક રહીશોના સહયોગથી પાણીની ડોલો ભરીને આગ પર છંટકાવ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહીશોએ સાથે મળીને આગને વધુ ફેલાતી અટકાવવા પ્રયાસો કર્યા હતા. સતત પાણીનો છંટકાવ કરીને આખરે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. પોલીસની આ સમયસૂચક કામગીરીના કારણે આગ આસપાસના રહેણાંક વિસ્તારમાં ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. ખાસ વાત એ છે કે તહેવારના દિવસોમાં પેટ્રોલિંગની જવાબદારી નિભાવતા પોલીસ જવાનોએ જરૂરિયાતના સમયે બચાવ કામગીરીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગૂડ્સની આડમાં દાણચોરીનું કૌભાંડ! ખાડી દેશોથી આવેલા 18 કન્ટેનર મુન્દ્રામાં અટકાવ્યાં
ADVERTISEMENT
વસ્ત્રાલ ડી-સ્ટાફના પોલીસ જવાનોની આ કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સાથે લોકોની સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓએ દાખવેલી તત્પરતાની વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે. દિવાળીના તહેવારના માહોલમાં પોલીસની આ કામગીરી ચર્ચાનો વિષય બની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.