ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ખેડૂતોને રાજ્ય સરકારની ₹ 7.14 કરોડની દિવાળી ભેટ, મેળવો વિગત

નિર્ણય / ખેડૂતોને રાજ્ય સરકારની ₹ 7.14 કરોડની દિવાળી ભેટ, મેળવો વિગત

Published By: Vishal Khamar

Last Updated: 12:40 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાંઠા સુગરના 2,500 ખેડૂતોના બે વર્ષથી રૂ. 6થી 7 કરોડ અટવાયા; 50 હજાર ટન શેરડીના બાકી નાણાં તાત્કાલિક ચૂકવવા સરકાર સમક્ષ રજૂઆત

ADVERTISEMENT

દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે વ્યારા સુગરના બાકી નાણાં ચૂકવવાનો નિર્ણય લેતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. વ્યારા સુગર સાથે સંકળાયેલા 850થી વધુ ખેડૂતોને રૂ. 7.14 કરોડની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી બેંકમાં જમા કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ નિર્ણય બાદ હવે કાંઠા સુગર સાથે સંકળાયેલા ખેડૂતોને પણ તેમના બાકી નાણાં ચૂકવવાની માંગ ઉગ્ર બની છે.

કાંઠા સુગરના ખેડૂતો બે વર્ષથી નાણાંની રાહમાં

ઓલપાડ, માંગરોળ અને હાંસોટ વિસ્તારના અંદાજે 2,500 ખેડૂતો કાંઠા સુગર સાથે જોડાયેલા છે. છેલ્લા બે વર્ષથી કાંઠા સુગર મિલ બંધ હોવાથી ખેડૂતોના શેરડી પિલાણના નાણાં અટવાઈ ગયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, અંદાજે 50 હજાર ટન શેરડીના પિલાણ પેટે રૂ. 6થી 7 કરોડ જેટલી રકમ હજુ સુધી ચૂકવવાની બાકી છે.

નાના અને સીમાંત ખેડૂતો માટે આ રકમ મોટી આર્થિક મૂડી સમાન છે. ખેતી પાછળ કરેલા ખર્ચ, બિયારણ, ખાતર અને અન્ય જરૂરિયાતો માટે નાણાંની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.

વ્યારા માટે નિર્ણય આવકારદાયક, કાંઠા માટે પણ ન્યાય જરૂરી

ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું કે વ્યારા સુગરના ખેડૂતોને રૂ. 7 કરોડથી વધુની રકમ DBT મારફતે ચૂકવવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે. જોકે, કાંઠા સુગરના ખેડૂતો પણ લાંબા સમયથી પોતાના હકના નાણાં મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાંઠા સુગરના 50 હજાર ટનથી વધુ શેરડીના નાણાં બે વર્ષથી અટવાયેલા છે. કસ્ટોડિયન કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવોને લઈને પણ ખેડૂતોમાં અસંતોષ છે. આ મુદ્દે ખાંડ નિયામક અને રાજ્ય સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય ઉકેલ આવ્યો નથી.

કાંઠા સુગર માટે પણ રાહત પેકેજ જાહેર કરવાની માંગ

ખેડૂત આગેવાને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક અને સહકારી તંત્રને વ્યારા સુગરની જેમ કાંઠા સુગરના ખેડૂતોને પણ આર્થિક સહયોગ આપવા અપીલ કરી છે. રાજ્ય સરકાર કાંઠા સુગરના બાકી નાણાં ચૂકવવા માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરે અથવા યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી ખેડૂતોની માંગ છે.

આ પણ વાંચોઃ ST સ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધી..., દિવાળી નિમિત્તે વતન જવા મુસાફરોનું કીડિયારું ઊભરાયું

ખેડૂતોનું કહેવું છે કે તેમની મહેનત અને પરસેવાની કમાણી મેળવવા માટે હવે વધુ રાહ જોવી પડે તેમ નથી. સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બાકી રહેલા રૂ. 6થી 7 કરોડ ચૂકવવાની વ્યવસ્થા કરે તો ઓલપાડ, માંગરોળ અને હાંસોટ વિસ્તારના હજારો પરિવારોને મોટી રાહત મળી શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે વ્યારા સુગરના ખેડૂતો માટે લેવાયેલા નિર્ણય બાદ રાજ્ય સરકાર કાંઠા સુગરના ખેડૂતોની મુશ્કેલી દૂર કરવા ક્યારે પગલાં ભરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat sugarcane farmers Kantha Sugar farmers Vyara Sugar farmers

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ