ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળીમાં ગીર ફરવા જવાનું પ્લાનિંગ કરતા પ્રવાસીઓ સાવધાન! સિંહદર્શનની લાલચ આપતાં તત્ત્વોથી દૂર રહેવા વન વિભાગની ચેતવણી
Last Updated: 12:48 PM, 7 November 2026
ADVERTISEMENT
દિવાળીના તહેવારમાં ગીર પંથકમાં એશિયાઈ સિંહનાં દર્શન કરવા અને પ્રાકૃતિક સૌંદર્ય માણવા પ્રવાસીઓનો ધસારો વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે પ્રવાસીઓ માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. ગેરકાયદે સિંહદર્શન કરાવવાની લાલચ આપતાં તત્ત્વોની જાળમાં ન ફસાવા તેમજ પરવાનગી વિના જંગલ વિસ્તારમાં પ્રવેશ ન કરવા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે. વન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવી લાલચમાં આવીને પ્રવાસીઓ અજાણતાં જ વન્યજીવ સંબંધિત ગુનામાં સંડોવાઈ શકે છે અને તેમની રજાઓનો આનંદ સજા અને મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે.
ADVERTISEMENT

ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વનસંરક્ષક પ્રશાંત તોમરે એડ્વાઈઝરીમાં જણાવ્યું છે કે દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર વિસ્તારમાં તેની પ્રાકૃતિક સુંદરતા, એશિયાઈ સિંહ અને સમૃદ્ધ જૈવવિવિધતા નિહાળવા આવે છે. આ દરમિયાન કેટલાંક અસામાજિક તત્ત્વો પ્રવાસીઓને આકર્ષક ઓફર્સ આપીને ગેરકાયદે રીતે સિંહદર્શન કરાવવાની અથવા પરવાનગી વિના જંગલ વિસ્તારમાં પ્રવેશ કરાવવાની લાલચ આપે છે. આવી લાલચમાં આવીને પ્રવાસીઓ અજાણતાં વન્યજીવ સંબંધિત ગુનામાં ભાગીદાર બની શકે છે, પરિણામે આનંદદાયક રજાઓ સજામાં ફેરવાઈ શકે છે.
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું છે કે તહેવારોની મોસમ અને પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ સહિતના વિસ્તારોના જંગલ વિસ્તાર, સરહદી પટ્ટા અને વન્યજીવોની વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
વન વિભાગે પ્રવાસીઓને કુદરતી વાતાવરણમાં સિંહદર્શનનો આનંદ માત્ર અધિકૃત પ્રવાસન સ્થળો દ્વારા જ માણવાની અપીલ કરી છે, જેમાં સાસણ, દેવળિયા, આંબરડી બરડા અને ગિરનાર સફારીનો સમાવેશ થાય છે. આ સ્થળોએ નિયત નિયમો અને પરવાનગી અનુસાર પ્રવાસીઓ સુરક્ષિત રીતે સિંહદર્શનનો આનંદ માણી શકે છે. વન વિભાગે ચેતવણી આપી છે કે સંરક્ષિત વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરવો અથવા ગેરકાયદે રીતે સિંહદર્શન કરાવવું એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ની જોગવાઈઓ હેઠળ સજાપાત્ર ગુનો છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ક્રિસમસ અને નવા વર્ષ ઉપરાંત દિવાળીનો તહેવાર પણ ગીર પંથકમાં પ્રવાસીઓની આવનજાવન માટેની સૌથી વ્યસ્ત ત્રણ મોસમમાં સામેલ છે. આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓ કુદરતી રહેઠાણમાં એશિયાઈ સિંહને નિહાળવા ગીરની મુલાકાત લે છે. વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી રહેઠાણ ગુજરાતમાં આવેલું છે.
ADVERTISEMENT
ભારતના પ્રવાસન મંત્રાલયના ઈન્ડિયા ટૂરિઝમ ડેટા કમ્પેન્ડિયમ, ૨૦૨૫ અનુસાર વર્ષ ૨૦૨૪માં વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓની મુલાકાતના મામલે ગુજરાત દેશનાં ટોચનાં ૧૦ રાજ્યમાં સ્થાન ધરાવતું હતું. આ વર્ષે દેશના કુલ સ્થાનિક પ્રવાસીઓની મુલાકાતોમાં ગુજરાતનો હિસ્સો ૬.૨૪ ટકા રહ્યો હતો, જ્યારે વિદેશી પ્રવાસીઓની કુલ મુલાકાતોમાં રાજ્યનો હિસ્સો ૧૦.૮૬ ટકા નોંધાયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો