ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : 'નશો કરીને ગાડી ચલાવતો હતો', અમદાવાદમાં એક્સિસ બેંકના મેનેજર મિહિર શર્માની ધરપકડ
Last Updated: 03:27 PM, 7 November 2026
ADVERTISEMENT
ગુરુકુલ રોડથી દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન વચ્ચે એક્ટિવા સવારને 1 કિમી સુધી ઘસડનાર એક્સિસ બેંકના મનેજર મિહિર શર્માની ધરપકડ કરવામાં આવી છે. મિહિર શર્માએ દારુ પીઈને કાર ચલાવતો હોવાનો ખુલાસો કર્યો છે. મિહિર શર્માની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધી
અમદાવાદમાં હિટ એન્ડ રનની આઘાતજનક ઘટનાઓમાં, ગુરુકુલ રોડથી દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન વચ્ચે નશામાં ધૂત કાર ચાલકે એક એક્ટિવા સવાર યુવકને અડફેટે લીધો હતો અને તેને અંદાજે 1 કિલોમીટર સુધી ઢસડ્યો હતો. બેફામ ઝડપે આવી રહેલી કારે એક્ટિવાને ટક્કર માર્યા બાદ કાર ચાલકે બ્રેક મારવાને બદલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
એક્ટિવા કાર નીચે ચાલકે કાર દોડાવી મૂકી
એક્ટિવા કારની નીચે ફસાઈ જવા છતાં ચાલકે કાર દોડાવી મૂકી હતી, જેના કારણે રોડ પર કિલમોમીટર સુધી એક્ટિવા ઘસાતા ભયાનક તણખા ઉડ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં એક્ટિવા ચાલક (નક્ષત્ર ચૌહાણ) નો ખુબ જ ચમત્કારિક આબાદ બચાવ થયો હતો. પીડિતને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.
ADVERTISEMENT
કોણ કાર ચાલક આરોપી?
ADVERTISEMENT
કાર ચાલક આરોપી એક્સિસ બેન્કનો મેનેજર છે. જેણે ફૂલ દારુ પીઈને કાર ચલાવીને અકસ્માત કર્યો હતો. પોલીસ તેની સામે કાર્યવાહી શરુ કરી છે. રસ્તા પર વાહનચાલકની હરકત જોઈ લોકો એકઠા થયા હતો. ત્યાર બાદ લોકોએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપી દીધો હતો. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.