ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ડો. પૃથુલ દેસાઈની ગુજરાત યુનિવર્સિટીના કુલપતી તરીકે નિમણૂક, સુરતની કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત

શૈક્ષણિક / ડો. પૃથુલ દેસાઈની ગુજરાત યુનિવર્સિટીના કુલપતી તરીકે નિમણૂક, સુરતની કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત

Published By: Hiralal Parmar
Reported By: Shubham Bhatt

Last Updated: 03:44 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીને કાયમી કુલપતિની નિમણૂક કરી દેવાઈ છે. ડો. પૃથુલ દેસાઈની ગુજરાત યુનિવર્સિટીના કુલપતી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ADVERTISEMENT

ગુજરાત યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક કરી દેવાઈ છે. ડો. પૃથુલ દેસાઈની યુનિવર્સિટીના કુલપતી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડો. પૃથુલ દેસાઈ હાલ સુરતમાં પી ટી સાર્વજનિક સાયન્સ કોલેજ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. આવતા 5 વર્ષ માટે પૃથુલ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો હોદ્દો સંભાળી લેશે.

30 જુને જગદીશ જોશીની કાર્યકારી કુલપતિ તરીકે નિમણૂંક

ઉલ્લેખનીય છે કે 30 જુને પ્રો. જગદીશ જોશીની કાર્યકારી કુલપતિ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. પ્રો. જગદીશ જોશી ગુજરાત યુનિવર્સિટીના વરિષ્ઠ અને અનુભવી પ્રોફેસરોમાં (Professors) સ્થાન ધરાવે છે. તેઓ લાંબા સમયથી એચઆરડીસી (HRDC) ડિપાર્ટમેન્ટના વડા તરીકે કાર્યરત છે અને શૈક્ષણિક તેમજ વહીવટી કાર્યોનો બહોળો અનુભવ ધરાવે છે. યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નો અને શૈક્ષણિક કાર્યકાળને સુચારુ રૂપે ચલાવવા માટે તેમની આ પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ ‘ચૂંટણી ચોરીનું કાવતરું’નો આરોપ, જન મહાભિયોગમાં ખડગેનો દાવો, 13.2 કરોડ મતદારોનાં નામ હટાવ્યા!

નીરજા ગુપ્તાનો કુલપતિ તરીકેનો કાર્યકાળ રહ્યો વિવાદીત

ડૉ નીરજા ગુપ્તાએ 1 જુલાઈ 2023ના રોજ ગુજરાત યુનિવર્સિટીના 17મા કુલપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને તેઓ યુનિવર્સિટીના ઈતિહાસના પ્રથમ મહિલા કુલપતિ બન્યાં હતાં. તેમણે બીજા કાર્યકાળ માટે પણ પ્રયાસો કર્યા હોવાનું કહેવાય છે, પરંતુ સરકારનાં કેટલાંક વર્તુળોમાં તેમના કાર્યકાળ અંગે અસંતોષ હોવાની ચર્ચાને કારણે તેમની પુનઃનિમણૂકની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. બીજી તરફ, આશિષ દવે શિક્ષણક્ષેત્રે લાંબો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને એચ.કે. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ તેમજ ડીન રહી ચૂક્યા છે. હાલમાં તેઓ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની સમર્પણ કોલેજના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમનું નામ ઈન્ચાર્જ કુલપતિ તરીકે સૌથી વધુ ચર્ચામાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat university gujarat university news pruthal desai

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ