ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ત્રીજા સાથે સંબંધ' કચ્છમાં ડ્રાઈવરે ટ્રકમાં જ ગળું દબાવીને પ્રેમિકાની કરી હત્યા, લાશ રોડ સાઈડે નાખીને ભાગ્યો

ક્રાઈમ / 'ત્રીજા સાથે સંબંધ' કચ્છમાં ડ્રાઈવરે ટ્રકમાં જ ગળું દબાવીને પ્રેમિકાની કરી હત્યા, લાશ રોડ સાઈડે નાખીને ભાગ્યો

Published By: Hiralal Parmar
Reported By: Alpesh Goswami

Last Updated: 05:08 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના આડેસર નજીક નેશનલ હાઈવે પર મળી આવેલી અજાણી મહિલાની લાશના ચકચારી કેસનો ભેદ ઉકેલાયો છે..

ADVERTISEMENT

કચ્છના આડેસર નજીક નેશનલ હાઈવે પર મળી આવેલી અજાણી મહિલાની લાશના ચકચારી કેસનો ભેદ ઉકેલાયો છે...પોલીસે હત્યાને અકસ્માતનો સ્વરૂપ આપનાર આરોપીને ઉત્તર પ્રદેશના બટેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો છે...આરોપીએ ગુજરાત ફરવા લઈ જવાના બહાને મહિલાને ટ્રકમાં બેસાડી હતી અને એકલધાર પાસે ગળું દબાવી હત્યા કરી લાશ રોડની સાઈડમાં ફેંકી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે...

08 સપ્ટેમ્બર 2026ની મધરાતે...આડેસર નજીક નેશનલ હાઈવે-27 પર એક અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી...પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી...મહિલાના મોતનું કારણ જાણવા જામનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું...પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાના ગળાના ભાગે દબાણના નિશાન અને ગળું દબાવવાથી મોત થયું હોવાનું સામે આવતા પોલીસને હત્યાની આશંકા વધુ મજબૂત બની હતી...મહિલાની ઓળખ માટે પોલીસે વિવિધ રાજ્યોમાં ફોટા પ્રસિદ્ધ કર્યા અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી...

તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદ તાલુકાની પૂજાદેવી તરીકે થઈ હતી...પોલીસ તપાસમાં મૃતકના જ ગામમાં રહેતા પ્રવીણ ઉર્ફે મંગો ગીરીશચંદ્ર યાદવનું નામ સામે આવ્યું હતું...આરોપી મૃતક પૂજાદેવીને ગુજરાત ફરવા જવાના બહાને પોતાની સાથે ટ્રકમાં લઈ આવ્યો હતો.

આ પણ વાંચોઃ સરકારની નવી ગાઈડલાઈન જારી, પેન્શનને લઇ કેન્દ્રીય કર્મચારીઓ માટે આવી મોટી અપડેટ!

ત્રીજા વ્યક્તિના સંપર્કમાં હોવાનો શક

આડેસર ગામનો બ્રિજ ક્રોસ કર્યા બાદ એકલધાર નજીક ટ્રક સાઈડમાં ઉભો રાખ્યો હતો...પૂજાદેવી ટ્રકની આગળની સીટમાં સૂઈ રહી હતી...તે દરમિયાન આરોપીએ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી...હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીએ લાશને રોડની સાઈડમાં ફેંકી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો...મૃતક મહિલા અને આરોપી બંને પ્રેમ સબંધમાં હતા... બંને એકજ ગામના રહેવાસી છે...આરોપીને શકાં હતી તેની પ્રેમિકા પૂજા દેવી અન્ય કોઈ ત્રીજા વ્યક્તિના સંપર્કમાં છે... પ્રેમ સબંધમાં શંકા આખરે મહિલાનો જીવ લઈ લીધો...

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ