ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'તમે સુપર પાવર નથી' હાઈકોર્ટે અમદાવાદ કલેક્ટરને પગારમાંથી 1 લાખ ચુકવવાનો ઓર્ડર કર્યો, શું મામલો?

અમદાવાદ / 'તમે સુપર પાવર નથી' હાઈકોર્ટે અમદાવાદ કલેક્ટરને પગારમાંથી 1 લાખ ચુકવવાનો ઓર્ડર કર્યો, શું મામલો?

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 10:59 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્માને તેમના પગારમાંથી એક લાખ ચુકવવાનો આદેશ આપ્યો છે.

ADVERTISEMENT

અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્માને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં એક ખેડૂતની જમીનને બિનખેતી (NA) ઉપયોગમાં ફેરવવાની અરજીને કલેક્ટરે હાઈકોર્ટના અગાઉના ચુકાદાનું પાલન કર્યાં વગર જ નામંજૂર કરી હતી, આથી હાઈકોર્ટ લાલઘુમ થઈ હતી અને કલેક્ટરના આ પગલાંને કોર્ટની અવમાનના ગણીને 1 લાખનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટે અરજદારને થયેલી પરેશાની અને કાનૂની ખર્ચની ભરપાઈ માટે કલેક્ટરને એક મહિનાની અંદર હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં રૂ. 1 લાખ જમા કરાવવા જણાવ્યું છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસમાં ભૂમિકાબેન નામનાં અરજદારે પોતાની ખેતીની જમીનને બિનખેતી હેતુ માટે ઉપયોગમાં લેવાની મંજૂરી માટે ડિસેમ્બર 2024માં અરજી કરી હતી પરંતુ અમદાવાદ કલેક્ટરે 11 ફેબ્રુઆરી, 2025ના રોજ આ અરજી ફગાવી દીધી હતી. આની સામે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટે આપ્યો અરજદારની તરફેણમાં ચુકાદો

આ અરજી પર સુનાવણી બાદ 2 માર્ચ, 2026ના રોજ હાઈકોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જમીનને NA ઉપયોગમાં ફેરવવાની મંજૂરી આપતી વખતે કલેક્ટરે મુખ્યત્વે જમીનનો કબજેદાર કોણ છે અને તેનો ખેતીના હેતુ માટે ઉપયોગ થાય છે કે નહીં તે બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. કલમ 65 હેઠળની કાર્યવાહી દરમિયાન જમીનની માલિકી અંગે નિર્ણય લેવાની સત્તા કલેક્ટર પાસે નથી.

કોર્ટના ચુકાદાની અવગણના કરી

હાઈકોર્ટના આદેશ બાદ ભૂમિકાબેને 11 એપ્રિલ, 2026ના રોજ ફરીથી NA પરવાનગી માટે અરજી કરી હતી. જોકે, અમદાવાદ કલેક્ટરે 6 ઓગસ્ટ, 2026ના રોજ ફરી અરજી નામંજૂર કરી દીધી હતી. આ વખતે પણ અગાઉના નિર્ણયમાં રજૂ કરાયેલા કારણો જ આગળ ધરાયા હતા.

આ પણ વાંચો : વડોદરામાં કારમાં CNG સિલિન્ડર ફાટતાં ભયાનક બ્લાસ્ટ, 5થી વધુ લોકો દાઝ્યા, આસપાસની બારીઓના કાચ પણ તૂટ્યા!

હાઈકોર્ટે કલેક્ટરને ખખડાવી નાખ્યાં

કલેક્ટરના આ પગલાં પર આકરુ વલણ અપનાવતાં હાઈકોર્ટે કહ્યું કે કલેક્ટરે કોર્ટના ચુકાદાનું કંઈ મહત્વ જ ન હોય તે રીતનો નિર્ણય લીધો છે. કલેક્ટર પોતાને 'સુપર પાવર ઓથોરિટી' માનતા હોય અને પોતાની મરજી પ્રમાણે કામ કરી શકે તેવી માનસિકતા ધરાવતા હોય તેવું જણાય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સરકારી વિભાગો કે રાજ્યની સંસ્થાઓ કોર્ટના આદેશોથી ઉપર નથી અને દરેક સત્તાધિકારીએ કોર્ટના ચુકાદાનું પાલન કરવું ફરજિયાત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad collector bhavya verma collector bhavya verma

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ