ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હિંમતનગરમાં શાકભાજીની હોલસેલ દુકાનમાં ભીષણ આગ, લાખોના નુકસાનની શક્યતા
Last Updated: 07:04 PM, 7 November 2026
ADVERTISEMENT
સાબરકાંઠા: હિંમતનગરના પાણપુર પાટીયા નજીક આવેલી શાકભાજીની હોલસેલ દુકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, દુકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આગ વધુ પ્રસરી ગઈ હતી. જેના કારણે દુકાનમાં રહેલા માલસામાનને મોટું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે.
આ પણ વાંચોઃ ભુજમાં ₹1 લાખના બદલે ₹3 લાખની લાલચ આપી ઠગાઈ કરનારા બે શખ્સ ઝડપાયા
ADVERTISEMENT
ઘટનાને પગલે દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાની શક્યતા છે. આગની ઘટનાથી સ્થાનિક વેપારીઓ અને આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો