ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / નાની દિવાળી પર ભદ્રાનો પ્રભાવ પાતળ લોકમાં હોવાથી પૃથ્વી પર પૂજા-પાઠ થશે, જાણો દીપદાન અને યમ પૂજાનો સચોટ સમય

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / નાની દિવાળી પર ભદ્રાનો પ્રભાવ પાતળ લોકમાં હોવાથી પૃથ્વી પર પૂજા-પાઠ થશે, જાણો દીપદાન અને યમ પૂજાનો સચોટ સમય

Last Updated: 07:05 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, પાતળ લોકની ભદ્રાને પૃથ્વી લોક માટે કષ્ટદાયક કે અશુભ માનવામાં આવતી નથી. એવું કહેવાય છે કે જ્યારે ભદ્રા પાતળ લોકમાં હોય ત્યારે તે શુભ કાર્ય કરાવે છે અને ધનનો લાભ અપાવે છે.

1/5

photoStories-logo

1. નાની દિવાળી પર ભદ્રાનો પ્રભાવ પાતળ લોકમાં હોવાથી પૃથ્વી પર પૂજા-પાઠ થશે, જાણો દીપદાન અને યમ પૂજાનો સચોટ સમય

આજે 7 નવેમ્બર 2026, શનિવારના રોજ નાની દિવાળી એટલે કે છોટી દિવાળી ઉજવાઈ રહી છે. નાની દિવાળીને નરક ચતુર્દશી અને રૂપ ચોદસના નામથી પણ ઓળખવામાં આવે છે, જે દિવાળીના બરાબર એક દિવસ પહેલા મનાવવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા નરકાસુરા વથ કરવાના વિજયોત્સવ રૂપે દીવા પ્રગટાવવામાં આવે છે. આ સાથે જ આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ, માતા કાળી, ભગવાન હનુમાન અને યમરાજની પૂજા-અર્ચના કરવાનો વિશેષ વિધિ-વિધાન છે. આ વખતે નાની દિવાળી પર સવારે 10:48 વાગ્યાથી 12 કલાક અને 18 મિનિટ સુધી ભદ્રાનો પ્રભાવ રહેવાનો છે. જ્યોતિષશાસ્ત્રમાં ભદ્રાને શુભ માનવામાં આવતી નથી અને ભદ્રા કાળ દરમિયાન કોઈપણ પૂજા અથવા શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ હોય છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ભદ્રા કાળમાં નાની દિવાળીની પૂજા થઈ શકશે કે નહીં. અહીં જાણો નાની દિવાળીની પૂજા અને દીપદાન માટેનો શુભ સમય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 7 નવેમ્બરના રોજ ભદ્રાનો સમય

હિન્દુ પંચાંગ અનુસાર, 7 નવેમ્બરના રોજ ભદ્રા સવારે 10 વાગ્યે ને 48 મિનિટે શરૂ થશે અને રાત્રે 11 વાગ્યે ને 06 મિનિટ સુધી રહેશે. આ ભદ્રાનો વાસ પાતળ લોકમાં છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, પાતળ લોકની ભદ્રાને પૃથ્વી લોક માટે કષ્ટદાયક કે અશુભ માનવામાં આવતી નથી. એવું કહેવાય છે કે જ્યારે ભદ્રા પાતળ લોકમાં હોય ત્યારે તે શુભ કાર્ય કરાવે છે અને ધનનો લાભ અપાવે છે. પૃથ્વી લોકમાં વાસ હોય ત્યારે જ ભદ્રા તમામ કાર્યોમાં વિનાશ સર્જનારી કે અશુભ માનવામાં આવે છે. આજે 7 નવેમ્બરના રોજ ભદ્રા પાતળ લોકમાં છે, તેથી પૃથ્વી લોક પર પૂજા-પાઠ અને ધાર્મિક અનુષ્ઠાન નિઃસંકોચ કરી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. નાની દિવાળી પૂજાનો શુભ સમય

હિન્દુ પંચાંગ મુજબ, કાર્તિક કૃષ્ણ ચતુર્દશી તિથિ 7 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે ને 47 મિનિટે શરૂ થશે અને 8 નવેમ્બર 2026ના રોજ સવારે 11 વાગ્યે ને 27 મિનિટે સમાપ્ત થશે. નાની દિવાળી પર સાંજના સમયે દીપદાન અથવા યમનો દીવો પ્રગટાવવાનો શુભ સમય સાંજે 05:32 વાગ્યાથી સાંજે 06:48 વાગ્યા સુધીનો રહેશે. લક્ષ્મી પૂજન અને હનુમાન પૂજાનો શુભ સમય સાંજે 05:41 વાગ્યાથી સાંજે 07:18 વાગ્યા સુધીનો રહેશે. નિશિતા કાળ એટલે કે મધ્યરાત્રિ પૂજા માટેનો શુભ સમય રાત્રે 11:39 વાગ્યાથી 8 નવેમ્બરના રોજ મોડી રાત્રે 12:31 વાગ્યા સુધીનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 7 નવેમ્બરના રોજ આ સમયે ન કરવી પૂજા અને દીપદાન

જ્યોતિષશાસ્ત્રમાં રાહુકાળને શુભ કે માંગલિક કાર્યો માટે વર્જિત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે રાહુકાળ દરમિયાન કરવામાં આવેલા શુભ કાર્યોનું વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે. 7 નવેમ્બર 2026ના રોજ રાહુકાળ સવારે 9:21 વાગ્યાથી સવારે 10:43 વાગ્યા સુધી રહેશે. રાહુકાળની આ અવધિ દરમિયાન પૂજા-પાઠ કરવાથી કે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવાથી બચવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. નાની દિવાળી પર કેટલા દીવા પ્રગટાવવા જોઈએ

હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, નાની દિવાળી પર 14 દીવા પ્રગટાવવાની પરંપરા છે. કેટલાક લોકો આ દિવસે 5, 7, 11 કે 13 દીવા પ્રગટાવવા પણ ખૂબ શુભ માને છે. નાની દિવાળી અથવા નરક ચતુર્દશીના દિવસે યમના નામનો દીવો પણ વિશેષ રુપે પ્રગટાવવામાં આવે છે. યમ દીપદાન માટે સાંજના સમયે એક ચૌમુખી દીવો લેવો, તેમાં સરસવનું તેલ ભરવું અને ઘરની બહાર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને યમરાજ માટે આ દીવો પ્રગટાવવો. તેનાથી અસમય મૃત્યુનો ભય હંમેશા માટે સમાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

NarakChaturdashi ChotiDiwali YamDeepdaan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ