ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:54 PM, 7 November 2026
ADVERTISEMENT
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ 7 નવેમ્બર 2026 થી અમલમાં આવેલ એક નવું સેટલમેન્ટ ફ્રેમવર્ક લાગુ કર્યું છે, જે પાત્ર વ્યક્તિઓ અને સંસ્થાઓને માળખાગત સિસ્ટમ દ્વારા ચોક્કસ નિયમનકારી કાર્યવાહીનું સમાધાન કરવાની મંજૂરી આપે છે. સુધારેલા નિયમોમાં ઓનલાઈન અરજીઓ, સેટલમેન્ટ રકમ કેલ્ક્યુલેટર અને ચોક્કસ કેસોના ઝડપી સમાધાનનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સેબીએ 8 ઓક્ટોબરના એક નોટિફિકેશન જારી કરી છે. આ નિયમ (સેટલમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સિવિલ પ્રોસિડિંગ્સ રેગ્યુલેશન્સ 2026) ટ્રાન્ઝિશનલ અને સેવિંગ્સ જોગવાઈઓ હેઠળ 2018 સેટલમેન્ટ ફ્રેમવર્કની જગ્યા લેશે. આ નિયમ હેઠળ શુ-શુ બદલાશે.
ઓનલાઈન સેટલમેન્ટ સર્વિસ
ADVERTISEMENT
અરજી પ્રક્રિયાને સરળ બનાવવા માટે SEBI એ ઓનલાઈન સેટલમેન્ટ એપ્લિકેશન સુવિધા, સેટલમેન્ટ રકમ કેલ્ક્યુલેટર, વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) અને એક ડેડિકેટેડ હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. રેગ્યુલેટરે એક સમજાવતો વિડિઓ પણ બહાર પાડ્યો છે જેમાં અરજદારો સેટલમેન્ટ રકમની ગણતરી કેવી રીતે કરી શકે છે તે દર્શાવવામાં આવ્યું છે.
SEBI એ જણાવ્યું હતું કે લાયક વ્યક્તિઓ સેટલમેન્ટ રેગ્યુલેશન્સ, 2026 અનુસાર સેટલમેન્ટ માટે અરજી કરી શકે છે. આ ફ્રેમવર્ક હેઠળ પાત્ર અરજદારો કાર્યવાહીના વિવિધ તબક્કામાં સેટલમેન્ટ માંગી શકે છે, જો તેઓ નિર્ધારિત શરતોને પૂર્ણ કરે.
ADVERTISEMENT
અરજી ફી અને સમાધાન રકમ
નિયમો મુજબ સામાન્ય વ્યક્તિઓ માટે ₹25,000 અને અન્ય અરજદારો માટે ₹35,000 ની નોન-રિફંડેબલ એપ્લીકેશન ફી નક્કી કરવામાં આવી છે. પ્રથમ વખત અરજી કરનારા માટે મિનિમમ સેટલમેંટ રકમ 3 લાખ રૂપિયા અને બીજી વખત અરજી કરનાર માટે 7 લાખ રૂપિયા નક્કી કરાયા છે.
ADVERTISEMENT
જોકે, અંતિમ રકમ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં મૂળ રકમ, કાર્યવાહીનો તબક્કો, કહેવાતા વાયલેશનનું નેચર અને સીરિયસમેન, નિયમનકારી કાર્યવાહી અને લાગુ પડતા ગંભીર કે ઘટાડાના સંજોગોનો સમાવેશ થાય છે. સેબી સમક્ષ પડતર કાર્યવાહી સંબંધિત અરજીઓ સામાન્ય રીતે કારણ બતાવો નોટિસ અથવા પૂરક કારણ બતાવો નોટિસ પ્રાપ્ત થયાના 120 દિવસની અંદર જમા કરવાની હોય છે. જો કે આ ડેડલાઇન સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ અથવા સુપ્રીમ કોર્ટ સમક્ષ પડતર ખાસ કાર્યવાહીને લાગુ પડતી નથી.
ફાસ્ટ-ટ્રેક સેટમેંટ સિસ્ટમ
ADVERTISEMENT
નવા નિયમો વાયલેશન-બેસ્ડ અને મોનેટરી થ્રેશોલ્ડ-બેસ્ડ ફાસ્ટ-ટ્રેક સમાધાન પ્રક્રિયાઓ શરુ કરે છે. નાણાકીય થ્રેશોલ્ડ મિકેનિઝમ હેઠળ, ₹10 લાખ સુધીની પતાવટ રકમ ધરાવતી અરજીઓ ઝડપી પ્રક્રિયા માટે લાયક ઠરી શકે છે, જો કે તેમાં કોઈ ડિસોર્ગમેન્ટ, ઉપચારાત્મક પગલાં અથવા વધારાની નિયમનકારી શરતો શામેલ ન હોય.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ શેરબજાર / દિવાળી પર કલાકનું થશે મુહૂર્ત ટ્રેડિંગ, પૈસાનો વરસાદ કરી આપતાં આ 10 શેર ખરીદી લેજો!
કયા કેસોનો ઉકેલ લાવી શકાતો નથી?
કેટલાક ગંભીર ઉલ્લંઘનોને સમાધાન માળખામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આમાં ઇરાદાપૂર્વક ડિફોલ્ટર્સ, છેતરપિંડી કરનારા દેવાદારો અને ભાગેડુ આર્થિક અપરાધીઓ સાથે સંકળાયેલા કેસોનો સમાવેશ થાય છે. નિયમનકારી નિયમોના આધારે, માર્કેટ-વાઇડ પરિણામો, રોકાણકારોને મોટું નુકસાન અથવા માર્કેટની ઇમાનદારીને જોખમમાં મૂકતી ક્રિયાઓને પણ બાકાત રાખી શકાય છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો