ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છ બોર્ડર પર BSFના જવાનો સાથે સાંસદ વિનોદ ચાવડાએ ઉજવી દિવાળી, મીઠાઈનું વિતરણ કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી
Last Updated: 07:43 PM, 7 November 2026
ADVERTISEMENT
કચ્છની ક્રિક અને રણ સરહદ પર આવેલી આશરે 90 જેટલી BOP પર ફરજ બજાવતા જવાનો માટે 500 કિલો જેટલી મીઠાઈ મોકલવામાં આવી હતી. પોતાના પરિવાર અને વતનથી દૂર રહીને તહેવારના દિવસોમાં પણ દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત જવાનોને દિવાળીના પર્વે પરિવાર જેવો માહોલ મળ્યો હતો.
ADVERTISEMENT

કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે દિવાળી ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ જવાનો સાથે દિવાળીની ખુશીઓ વહેંચવામાં આવી હતી.
ADVERTISEMENT

જ્યાં એક તરફ દેશવાસીઓ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ BSFના જવાનો દેશની સુરક્ષા માટે સરહદ પર અડીખમ ઉભા છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા ભુજ સ્થિત BSF સેક્ટર હેડક્વાર્ટર પહોંચ્યા હતા. સાંસદે BSF જવાનોને મીઠાઈનું વિતરણ કરી નવાવર્ષની શુભેચ્છા પાઠવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હિંમતનગરમાં શાકભાજીની હોલસેલ દુકાનમાં ભીષણ આગ, લાખોના નુકસાનની શક્યતા
કચ્છની ક્રિક અને રણ સરહદ પર આવેલી આશરે 90 જેટલી BOP પર ફરજ બજાવતા જવાનો માટે 500 કિલો જેટલી મીઠાઈ મોકલવામાં આવી હતી. પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતા જવાનો ફટાકડા ફોડી આતશબાજી કરી દિવાળીના પૂર્વની ઉજવણી કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો