ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / એક મંત્રીજીએ ધારાસભ્યને બરાબરના ખખડાવ્યા, તો અધિકારીઓએ માંડ માંડ સમય કાઢ્યો, જાણો ગાંધીનગરની જોરદાર વાતો
Last Updated: 11:59 AM, 8 November 2026
ADVERTISEMENT
કાગડા કદી બાજ ન બને!
ADVERTISEMENT
હા હા, અમને ખબર છે આ વાક્યમાં કાગડા નહીં ચકલી હોવું જોઈએ, પણ આ તો ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે, જેમાં તેમણે વીડિયોમાં કાગડા અને બાજનું ઉદાહરણ આપ્યું છે. વીડિયો તો મર્મ એ છે કે પીઠ પાછળ વાતો કરવાવાળા પર ધ્યાન આપવાને બદલે પોતાના લક્ષ્ય પર ધ્યાન આપીને આગળ વધવું જોઈએ. નકારાત્મક લોકોને જવાબ આપવાના બદલે આપણે જે કરવું હોય તેના પર ફોકસ કરવું જોઈએ. બાપુના આ વીડિયોથી ગાંધીનગરમાં નવી ચર્ચા શરૂ થઈ છે. શું બાપુ કોઈને ટોન્ટ મારી રહ્યા છે? કે પછી વિરોધીઓને જવાબ આપ્યો છે? હશે જે હોય એ પણ દિવાળીના તહેવારમાં આ નાનકડું મોટિવેશન હંધાય માટે હારું જ છે!
સબ ધૂંધલા ધૂંધલા લાગે 'ઉ. ગુજરાત' પે ફોકસ હૈ!
ADVERTISEMENT
આ રોમેન્ટિક ફિલ્મ ગીત આજે મારા એક રાજકીય પક્ષના મિત્ર ગણગણતા હતા. એટલે મેં પૂછ્યું, તો જવાબ જોરદાર મળ્યો. તમને ખબર જ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં ગેનીબેને બનાસકાંઠાની સીટ જીતી લીધી અને ભાજપ 26 એ 26 બેઠક ન જીતી શક્યું. હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે ભાજપે ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા પર પૂરેપૂરું ફોકસ કર્યું છે. એક બાજુ જુદા જુદા કાર્યક્રમો અને સંગઠનની બેઠકો સાથે વ્યુહરચના ઘડાઈ રહી છે, તો બીજી બાજુ પીએમ મોદી પણ બનાસકાંઠામાં 7 મહિનામાં 2 વખત આવી ચૂક્યા છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમીકરણ પણ ગોઠવાઈ રહ્યા છે, જુઓને ગાંધીનગરમાં મેયર પણ ઠાકોર સમાજના બન્યા. લાગે છે આ વખતે ભાજપ એક પણ છેડો ઢીલો મૂકવા નથી માગતું. પણ વેઈટ, કોંગ્રેસ શું કરે છે?0
મંત્રીની કેબિનમાં 'ફટાકડા' ફૂટ્યા!
ADVERTISEMENT
ના ના, સાચેમાં કોઈ મંત્રીજીએ કેબિનમાં ફટાકડા નથી ફોડ્યા, પણ આ તો ગયા અઠવાડિયે એવી ઘટના બની જે ફટાકડા ફૂટવા બરાબર જ હતી. થયું એવું કે સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય એક મંત્રીજીને મળવ્યા આવ્યા, અફકોર્સ એક ભલામણ લઈને. થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં બનેલી એક ઘટનામાં આ ધારાસભ્યના પરિવારજનો પણ હોવાની વાતો વહેતી થઈ હતી, એટલે તેઓ સંલગ્ન વિભાગના મંત્રીજી પાસે ભલામણ લઈને આવ્યા. યોગમાં માનતા અને બિઝનેસ ફેમિલીમાંથી આવતા આ ધારાસભ્યને મંત્રીજીએ મુલાકાતીઓની હાજરીમાં જ એવા ખંખેર્યા કે લોકો પણ જોતા રહી ગયા. દિવાળી પહેલા જ આ ધારાસભ્યની દિવાળી ઉજવાઈ ગઈ! હાજર લોકોનું તો કહેવું છે કે હવે આ ધારાસભ્ય નકામી ભલામણો લાવવાનું જ ભૂલી જશે.
આ પણ વાંચોઃ દિવાળી પછી રાજ્યમાં ફરી વળવા ભાજપ-કોંગ્રેસ તૈયાર, વિભાગમાં કામ માટે પ્રગટ ન થતા 'દેવી'ની ચારે બાજુ ચર્ચા!
ADVERTISEMENT
અનકમ્ફર્ટેબલ અધિકારીઓ
ના ના, લાઈટ વિશે વાત નહીં કરીએ, આ તો પીએમ મોદીની ખાટલા બેઠકની વાત છે. બનાસકાંઠામાં પીએમ મોદીની સભામાં નવતર બેઠક વ્યવસ્થા હતી, બધાએ ખાટલામાં બેસવાનું હતું. પણ સામાન્ય રીતે એસી ચેમ્બરમાં, સોફ્ટ સોફ્ટ ખુરશી, સોફામાં બેસવા ટેવાયેલા અધિકારીઓ ખાટલામાં આકળવિકળ થતા દેખાયા. મોટા ભાગના અધિકારીઓને બેસતા ફાવતું નહોતું, પણ હવે આમાં કરવું તો શું? પીએમની સભામાં બેસવું તો પડે, એટલે પરાણે બેઠા તો ખરા પણ અધિકારીઓના ચહેરાના હાવભાવ ઘણું કહી જતા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો