ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીમાં માયા આહીરના પુત્રની 4 હેક્ટર જમીન પર કબજાનો આરોપ, લેન્ડ ગ્રેબિંગની FIR નોંધાઈ!

અમરેલી / અમરેલીમાં માયા આહીરના પુત્રની 4 હેક્ટર જમીન પર કબજાનો આરોપ, લેન્ડ ગ્રેબિંગની FIR નોંધાઈ!

Published By: Vishal Khamar

Last Updated: 02:46 PM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના જાણીતા લોકસાહિત્યકાર માયા આહીરના પુત્ર ભરત આહીરની ધુડિયા આગરીયા ગામ નજીક આવેલી 4 હેક્ટર જમીન પર ગેરકાયદે કબજાના આક્ષેપ સાથે રાજુલા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.

ADVERTISEMENT

અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ હેઠળ જમીન પચાવી પાડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધુડીયા આગરીયા ગામે આવેલી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી વાવેતર કરીને ઉપજ મેળવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

2024થી જમીન પર ગેરકાયદે કબજાનો આક્ષેપ

ફરિયાદ મુજબ, ધુડીયા આગરીયા ગામના ખાતા નંબર 537 અને સર્વે નંબર 116 પૈકીની કુલ 4 હેક્ટર, 21 આર અને 89 ચોરસ મીટર જમીન પર આરોપી જેતુભાઈ ધાખડાએ 12 મે, 2024થી ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદીએ વારંવાર જમીન ખાલી કરવા જણાવ્યું હોવા છતાં કબજો છોડવામાં આવ્યો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વધુમાં, જમીન અંગેના આધાર-પુરાવા વિના કબજો જાળવી રાખીને તેમાં વાવેતર કરી ઉપજ મેળવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ડીવાયએસપી એન.બી. ગોરડિયાને તપાસની જવાબદારી

આ સમગ્ર પ્રકરણની તપાસ રાજુલા ડીવાયએસપી એન.બી. ગોરડિયાને સોંપવામાં આવી છે. આરોપી જેતુભાઈ ધાખડાને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અગાઉ સોશિયલ મીડિયા પર પણ વિવાદ ચમક્યો હતો

આ જમીન વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યો છે. અગાઉ જેતુભાઈ ધાખડા દ્વારા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અંગે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. આ વીડિયોમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ નાસીરનગર ડિમોલિશન બાદ આવાસ ફાળવણીથી પાલિકાનો ઇનકાર, ઘર તૂટ્યા બાદ દેખાયા નિયમ!

આ મામલે અગાઉ પોલીસ સ્ટેશનમાં અરજીઓ પણ કરવામાં આવી હતી. હવે માયાભાઈ આહીરના પુત્ર દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતા પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જમીનના માલિકી હક, કબજાની સ્થિતિ અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajula land grabbing FIR Maya Ahir son land grabbing case Bharat Bhamar Ahir

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ