ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપ માટે ટીમમાં મોટો ફેરફાર, રજત પાટીદાર OUT તો આ ખેલાડીની એન્ટ્રી!

ક્રિકેટ / એશિયા કપ માટે ટીમમાં મોટો ફેરફાર, રજત પાટીદાર OUT તો આ ખેલાડીની એન્ટ્રી!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:54 PM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India: કતરની રાજધાની દોહામાં એસીસી મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ યોજાવાની છે. આ ટુર્નામેન્ટમાં બધાની નજર વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા પર રહેશે.

ADVERTISEMENT

એસીસી મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રજત પાટીદારે પોતાની હાલની ઈજાને કારણે 50ઓવરના ફોર્મેટમાંથી હાલ દૂરી બનાવી છે. તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને જાણ કરી છે, જેના કારણે પાટીદાર ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.

રજત પાટીદારના ગયા બાદ પસંદગી સમિતિએ રિંકુ સિંહને ટુર્નામેન્ટ માટે ઇન્ડિયા A ના ઉપ-કપ્તાન તરીકે નિયુક્ત કર્યા છે. રજતના સ્થાને આયુષ બદોનીનો 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તિલક વર્મા ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે. અભિષેક શર્મા અને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પણ આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા A માટે રમશે.

આ ટુર્નામેન્ટ માટે કુલ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ A માં બાંગ્લાદેશ એ, શ્રીલંકા એ, અફઘાનિસ્તાન એ અને હોંગકોંગનો સમાવેશ થાય છે. ગ્રુપ B માં ભારત એ, પાકિસ્તાન એ, નેપાળ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) નો સમાવેશ થાય છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ 26 અને 27 નવેમ્બરે રમાશે, અને ફાઇનલ 29 નવેમ્બરે રમાશે.

VTV Digital 1

ભારત Aનો સંપૂર્ણ સમયપત્રક

20 નવેમ્બર: ભારત એ વિરુદ્ધ નેપાળ

22 નવેમ્બર: ભારત એવિરુદ્ધ પાકિસ્તાન એ

24 નવેમ્બર: ભારત એ વિરુદ્ધ યૂએઇ

આ પણ વાંચોઃ ક્રિકેટ / હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં સામેલ, અર્શદીપ સિંહની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી ?

ભારતીય ટીમ 20 નવેમ્બરે નેપાળ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન એ સાથે ટક્કર થશે. ભારતીય ટીમ 24 નવેમ્બરે UAE સામે પોતાની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમશે. ભારતની ત્રણેય લીગ મેચ દોહામાં રમાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup Cricket Team India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ