ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લાઠીના ખીજડીયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, કાચ તૂટતાં પોલીસ તપાસ શરૂ!

અમરેલી / લાઠીના ખીજડીયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, કાચ તૂટતાં પોલીસ તપાસ શરૂ!

Published By: Vishal Khamar

Last Updated: 02:57 PM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના લાઠી નજીક ખીજડિયા પાસે અમરેલી-સાબરમતીથી વેરાવળ જતી ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની. એક શખ્સે પથ્થર મારતા ટ્રેનનો કાચ તૂટ્યો. લાઠી પોલીસે તપાસ હાથ ધરી.

ADVERTISEMENT

અમરેલી: ગુજરાતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવતા રેલવે તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સાબરમતીથી વેરાવળ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને અમરેલી જિલ્લાના લાઠી અને ખીજડીયા વચ્ચે અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી. પથ્થરમારાને કારણે ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

લાઠી-ખીજડીયા વચ્ચે ટ્રેન પર હુમલો

મળતી માહિતી મુજબ, સાબરમતીથી વેરાવળ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ લાઠી અને ખીજડીયા વચ્ચેના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા ઈસમોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલામાં ટ્રેનના આગળના ભાગનો કાચ ક્ષતિગ્રસ્ત થયો હતો.

ઘટના બાદ ટ્રેનને સુરક્ષિત રીતે આગળ રવાના કરવામાં આવી હતી. ટ્રેનમાં સવાર મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે.

RPF અને સ્થાનિક પોલીસની તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગના અધિકારીઓ, RPF અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. લાઠી પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પથ્થરમારો કરનાર અજાણ્યા શખ્સોની ઓળખ કરવા માટે આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે.

મુસાફરોએ હુમલાખોરોને જોયા નથી

આ સમગ્ર મામલે ધોળા RPF ગોલકરે જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની છે અને RPFની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે. ટ્રેનમાં સવાર મુસાફરોએ પથ્થર ફેંકનાર વ્યક્તિઓને જોયા ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે, ટ્રેનનો કાચ તૂટ્યો હોવાની પુષ્ટિ થઈ છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં માયા આહીરના પુત્રની 4 હેક્ટર જમીન પર કબજાનો આરોપ, લેન્ડ ગ્રેબિંગની FIR નોંધાઈ!

હાલમાં લાઠી અને ખીજડીયા વચ્ચેના વિસ્તારમાં સઘન તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા પથ્થરમારા પાછળ કોણ જવાબદાર છે અને આ ઘટના કયા કારણોસર બની તેની તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amreli News Today Vande Bharat Train Stone Pelting Stone Pelting Near Lathi

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ